મહારાષ્ટ્રમાં ભુસ્ખલન વચ્ચે તબાહીના મંજર, 27 મૃતહેદ મળ્યા, 78 લોકો લાપત્તા
હાલ ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે તબાહીના મંજર જોવા મળી રહ્યા છે. આ સ્થિતીમાં મહારાષ્ટ્રમાં પણ સ્થિતી ગંભીર છે. અહીં ભુસ્ખલનને કારણે મોટી જાનહાનિ થઈ છે અને મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે.
મહારાષ્ટ્રના રાયગઢ ભૂસ્ખલનથી તબાહીના મંજર જોવા મળી રહ્યા છે. આ ભયાનક ભુસ્ખલન બાદ અત્યારસુધીમાં 27 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 78 લોકો લાપત્તા છે. ચાર દિવસ બાદ હવે તંત્રએ બચાવ કામગીરી પુર્ણ કરવાની જાહેરાત કરી છે.

સરકાર દ્વારા બચાવ અધિકારીઓ, રાજ્ય સરકાર અને ગ્રામજનો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓ અનુસાર, શનિવારે મળેલી છેલ્લી લાશ સડેલી હાલતમાં હતી. અહીં મોટી સંખ્યામાં પ્રાણીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્ર અનુસાર, અજાણ્યા મૃતદેહો અને પ્રાણીઓ સડી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી હતી. કિલ્લાની ટોચ પર આવેલા ઇર્શાલવાડી ગામમાં આ ભૂસ્ખલન થયું હતું.
ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી રેસ્ક્યુ ટીમને આ વિસ્તારમાં પહોંચવા માટે કલાકો સુધી ચાલવું પડ્યું હતું. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ ટુકડીઓને પણ લાપતા લોકોને શોધવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટીમ દુર્ઘટનામાં ગુમાવેલી જમીનનું મૂલ્યાંકન કરી રહી છે અને અસરગ્રસ્તોને જમીન ફાળવવાનો પ્રસ્તાવ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં તેમના આધાર કાર્ડ ખોવાઈ ગયા હોવાથી ગ્રામજનોને આધાર કાર્ડ સહિત વિવિધ પ્રમાણપત્રો અને દસ્તાવેજો આપવા માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવશે.
ભૂસ્ખલનમાં ઘર ગુમાવનારા લોકોના પુનર્વસન માટે રાજ્ય સરકારે ઇર્શાલવાડીના તમામ લોકોને ઘર આપવાનું વચન અપાયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
