મધ્ય પ્રદેશના લાલજી ટડનનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ
મધ્ય પ્રદેશના લાલજી ટડનનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનુ આજે સવારે નિધન થઈ ગયું છે. 85 વર્ષીય લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા અને તેમની સારવાર લખનઉમાં ચાલી રહી હતી. લાલજી ટંડનના નિધનની પુષ્ટિ તેમના પુત્ર અને યૂપી સરકારમાં મંત્રી આશુતોષ ટંડને કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, બાપુજી નથી રહ્યા.

જણાવી દઇએ કે શ્વાસ લેવામાં તકલીફ, પેશાબ કરવામાં સમસ્યા થતી હોવાની અને તાવ આવ્યો હોવાની ફરિયાદ કર્યા બાદ લાલજી ટંડનને દવાખાને દાખ કરવામાં આવ્યા હતા. 11 જૂનથી લાલજી ડંટનનો હોસ્પિટલે ઇલાજ ચાલી રહ્યો છે. લાલજી ટંડનના નિધનના સમાચાર મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલી આપી.
કેન્દ્રીય મત્રી સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું. ટ્વીટમાં તેમણે લખ્યું 'શ્રી લાલજી ટંડન આપણી વચ્ચે નથી રહ્યા આ સમાચાર સાંભળી ખુબ દુખી છું. વિચારધારાની યાત્રામાં તેમણે ઘણી મદદ કરી હતી. ગોપાલભાઇ અને તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.'
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીના બહુ નજીક રહેલા લલજી ટંડનને ઉત્તર પ્રદેશના રાજકારણમાં કેટલાય મહત્વના પ્રયોગો માટે પણ ઓળખવામાં આવતા હતા, 90ના દશકમાં ઉત્તર પ્રદેશણાં ભાજપ અને બસપાના ગઠબંધન વાળી સરકાર બનાવામાં તેમનું મહત્વનું યોગદાન માનવામાં આવતું હતું, વર્ષ 2009માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી રાજનીતિથી દૂર થયા બાદ લખનઉ લોકસભા સીટ ખાલી થઇ હતી, જે બાદ ભાજપે લાલજી ટંડનને આ સીટ સોંપી હતી, તેમણે વર્ષ 2018માં બિહારના રાજ્યપાલની પણ ખુરશી સંભાળી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
