મોડી રાતે કાર્તિંક આર્યન સાથે કેમેરામાં કેદ થઈ કૃતિ સેનન, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

હાલમાં જ કૃતિ સેનન અને કાર્તિક આર્યન ફિલ્મ શેહજાદામાં સાથે જોવા મળ્યા હતા. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી પરંતુ અહીંથી કાર્તિક આર્યન અને કૃતિ સેનન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે હવે બન્ને મોડી રાત્રે મનીષ મલ્હોત્રાના ઘરે સ્પોટ થયા છે. બન્નેને સાથે જોઈને હવે લગ્નની ચર્ચાઓ શરૂ થઈ છે.

કાર્તિક આર્યન અને કૃતિ સેનન મોટી રાત્રે સાથે જોવા મળ્યા
મોડી રાત્રે કૃતિ સેનન અને કાર્તિક આર્યન સાથે જોવા મળ્યા હતા. અહીં કૃતિ સેનન એકદમ સુંદર લાગી રહી હતી. વનપીસ ડ્રેસમાં કૃતિ સેનનનો લુક ઘાયલ કરનારો હતો. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કાર્તિક અલગ જ અંદાજમાં જોવા મળ્યો
અહીં કાર્તિક આર્યન એકદમ અલગ જ અવતારમાં જોવા મળ્યો હતો. કાર્તિકનો લુક જોઈને તેને ઓળખી પણ શકાયો નહોતો. હવે બન્નેને સાથે જોઈને ચર્ચાનું બજાર ગરમ થયુ છે.

કૃતિ વન પીસ ડ્રેસમાં જોવા મળી
ફોટોમાં કૃતિ સેનન વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. કૃતિ સેનનનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફોટોમાં તે કારમાં આવતી જોવા મળી રહી છે. હવે ફેન્સને સવાલ છે કે મોડી રાત્રે બન્ને મનીષ મલ્હોત્રાના ઘરે શું કરી રહ્યા હતા.

કૃતિ ગ્લેમરસ લાગી રહી છે
ફોટોમાં કાર્તિક આર્યન શર્ટમાં જોવા મળી રહ્યો છે. કાર્તિક આર્યનનો લુક શાનદાર લાગી રહ્યો છે. અહીં કૃતિ સેનન બેગ સાથે જોવા મળી હતી. કૃતિ સેનનની આ બેગ તેના લુકને વધારે ગ્લેમરસ બનાવી રહી છે.

કૃતિ સેનને કાતિલ સ્માઈલ આપી
અહીં કૃતિ સેનન એકદમ મસ્ત મુડમાં કેમેરામાં કેદ થઈ હતી. તેને કેમેરા સામે કાતિલ સ્માઈલ આપીને ફેન્સને ઘાયલ કરી દીધા હતા. હવે તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
