Krishna Kumari Rai : કોણ છે સિક્કિમના મુખ્યમંત્રીની પત્ની કૃષ્ણા કુમારી રાય? જાણો કેમ ચર્ચામાં છે?
Krishna Kumari Rai : સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંગ તમાંગની પત્ની કૃષ્ણા કુમારી રાયે ધારાસભ્ય પદના શપથ લીધાના એક દિવસમાં જ પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
કૃષ્ણા કુમારી રાયે સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024માં નામચી-સિંઘથાંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી.

હવે કૃષ્ણા કુમારી રાયે રાજીનામું આપી દીધું છે. CM પ્રેમ સિંહ તમંગના સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) એ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 32 માંથી 31 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી છે.
કૃષ્ણા કુમારી રાયે ધારાસભ્ય પદેથી કેમ રાજીનામું આપ્યું?
કૃષ્ણા કુમારી રાયના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કહ્યું છે કે આ SKM દ્વારા સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે.
તેમણે કહ્યું કે, મારી પત્નીએ પક્ષના કલ્યાણ અને ઉદ્દેશ્યોને પ્રાથમિકતા આપીને પક્ષના સર્વસંમતિના નિર્ણય અનુસાર પોતાની બેઠક છોડી દીધી છે. મહત્વપૂર્ણ છે કે SKMની સંસદીય સમિતિના કહેવા પર તે અમારી પાર્ટીના કલ્યાણ માટે ચૂંટણી લડ્યા અને આ જ કારણસર તેમણે રાજીનામું આપવાનો નિર્ણય પણ લીધો છે.
રાજીનામું આપ્યા બાદ કૃષ્ણા કુમારી રાયે શું કહ્યું?
અગાઉ જારી કરાયેલા એક નિવેદનમાં કૃષ્ણા કુમારી રાયે જણાવ્યું હતું કે, હું તમને ભારે હૃદયથી જણાવું છું કે મેં નામચી-સિંગથાંગ મતવિસ્તારમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલી જલ્દી ચૂંટણીનું રાજકારણ છોડી દઈશ અને દરેક વ્યક્તિ તરફથી મને જે જબરજસ્ત સમર્થન મળ્યું તે મારી કલ્પના બહારનું હતું, જેના માટે હું હંમેશા આભારી રહીશ.
તેણીએ લખ્યુ કે, મેં હંમેશા રાજકારણને સામાજિક પ્રવૃત્તિ તરીકે જોયું છે અને મેં ચૂંટણીમાં પ્રવેશવાનું કારણ એ હતું કે મારે સંસદીય બોર્ડ અને પક્ષ પ્રમુખ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સન્માન કરવાનુું હતું.
કૃષ્ણા કુમારી રાયે એમ પણ કહ્યું કે, નમચી-સિંગથાંગ મતવિસ્તારના નવા ઉમેદવાર એક પ્રતિબદ્ધ અને સમર્પિત વ્યક્તિ હશે, જે આ વિધાનસભા મતવિસ્તારના લોકોની સેવા કરશે. વિધાનસભા અધ્યક્ષે કૃષ્ણા કુમારી રાયનું રાજીનામું સ્વીકારી લીધું છે.
કોણ છે કૃષ્ણા કુમારી રાય?
કૃષ્ણા કુમારી રાય સિક્કિમના ભારતીય રાજકારણી છે જે સિક્કિમ ક્રાંતિકારી મોરચા સાથે સંકળાયેલા છે. તેણીએ 11મી સિક્કિમ વિધાનસભામાં નામચી-સિંગથાંગ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. કૃષ્ણા કુમારી રાયે SDFના બિમલ રાયને હરાવ્યા. જોકે હવે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કૃષ્ણા કુમારી રાયએ 1993માં ઉત્તર બંગાળની યુનિવર્સિટીની સિક્કિમ સરકારી ડિગ્રી કોલેજમાંથી સ્નાતક થયા. કૃષ્ણા કુમારી રાયે પોતાના ચૂંટણી એફિડેવિટમાં પોતાની ઓળખ એક સામાજિક કાર્યકર તરીકે આપી છે. કૃષ્ણા કુમારી રાય અને પ્રેમ તમાંગને બે બાળકો છે. તેમનો પુત્ર આદિત્ય તમાંગ પણ એક નેતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
