કોટામાં મેડીકલના છાત્રએ આત્મહત્યા પહેલા બનાવ્યો ભાવુક વીડિયો
મેડીકલમાં છેલ્લા એક વર્ષથી કોટામાં રહીને તૈયારી કરી રહેલ એક છાત્રએ આત્મહત્યા કરી લીધી છે. આવુ કરતા પહેલા તેણે એક ભાવુક વીડિયો બનાવ્યો અને પછી ચંબલમાં કૂદીને મોત વહાલુ કરી લીધુ હતુ.

રેકોર્ડ કર્યો આ ભાવુક સંદેશ
16 વર્ષીય અમને વીડિયોમાં પોતાના માતા-પિતાને સંબોધીને કહ્યુ કે, " હું હંમેશા તમારી સાથે રહીશ. તમે છોટુને કહેજો કે તે ખૂબ ભણે અને ખૂબ આગળ વધે. તુ કોઇ ચિંતા વગર ભણજે છોટુ, હું હંમેશા તમારા બધા સાથે રહીશ. તમને યાદ કરીશ. વાંચજે મારા ભાઇ. મને માફ કરજો મમ્મી-પપ્પા."
આત્મહત્યા પહેલા શૂટ કર્યો વીડિયો
અમને આ સાડા અગિયાર મિનિટનો વીડિયો આત્મહત્યા કરતા પહેલા શૂટ કર્યો હતો. આ શૂટ કર્યા બાદ અમને કોટાની ચંબલ નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. આ વીડિયોમાં છેલ્લે અમને હાથ હલાવીને કેમેરા તરફ ઇશારો કરીને અલવિદા કરવાનો ઇશારો કર્યો અને દુનિયાને અલવિદા કરી દીધી. અમને આત્મહત્યા કરતા પહેલા એક દોસ્તને ફોન કરીને પોતાનો ફોન અને ગળાનુ લૉકીટ ક્યાં મૂક્યુ છે તે જણાવ્યું હતુ. આ સંદેશ તેના પરિવારજનો સુધી પહોંચાડી શકાય એટલા માટે તેણે આમ કર્યુ.
2015 માં થઇ હતી 17 આત્મહત્યા
અમનના મૃતદેહને પોલિસે ગોતાખોરોની મદદથી ચંબલ નદીમાંથી શોધી કઢાવ્યો. દેશમાં કોટામાંથી સર્વાધિક આઇઆઇટી અને મેડીકલ ટૉપર્સ નીકળે છે. સફળતાની આંધળી દોટમાં અમન પાછળ રહી ગયો અને તેની કિંમત તેણે આત્મહત્યા કરીને ચૂકવવી પડી. કોટામાં 2015 માં આત્મહત્યાના કુલ 17 મામલા સામે આવ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
