Kolkata Doctor Murder Case: બ્લૂટૂથ હેડફોનથી પકડાયો આરોપી, દેશભરમાં આજે ડૉક્ટરોની હડતાળ
Kolkata Doctor Murder Case: કોલકત્તાની સરકારી હોસ્પિટલ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જે રીતે એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર પહેલા યૌન શોષણ કરવામાં આવ્યું અને પછી તેની હત્યા કરવામાં આવી તેના પર સ્થાનિક તબીબોમાં ગુસ્સો છે.
આ ઘટના બાદ દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશને હડતાળનું એલાન આપ્યું છે અને ડૉક્ટરોને તેમાં જોડાવા જણાવ્યું છે. આ હડતાલને કારણે ઓપીડી, વૈકલ્પિક સર્જરી અને લેબ બંધ રહેશે.

આ કેસમાં આરોપીની ઓળખ સંજય રોય તરીકે થઈ છે, તે બહારનો વ્યક્તિ છે પરંતુ તેને હોસ્પિટલની અંદરના કેટલાક વિભાગોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી. આરોપી પોલીસ વેલ્ફેર બોર્ડમાં સિવિલ વોલેન્ટિયર હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય રોયની શંકાસ્પદ ગતિવિધિઓ બાદ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો હોસ્પિટલમાં મહિલાઓ સાથે સંજયનું વર્તન સારું નહોતું. તે અગાઉ પણ શંકાના દાયરામાં આવી ચૂક્યો છે.
રિપોર્ટ અનુસાર આ કેસમાં સંજયની ધરપકડમાં આરોપીના હેડફોને મહત્વની ભૂમિકા ભજવી હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યારે સંજય હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે બ્લૂટૂથ હેડફોન પહેર્યા હતા, પરંતુ જ્યારે તે હોસ્પિટલની બહાર ગયો ત્યારે તેણે તે હેડફોન પહેર્યા ન હતા. પોલીસે બ્લૂટૂથ હેડફોનનો તૂટેલો ભાગ મેળવ્યો અને આનાથી પોલીસને શંકાસ્પદ સાથેના તાર જોડવામાં મદદ મળી. અન્ય તાલીમાર્થી ડૉકટરો અને મહિલા ડૉકટરોએ પણ સીસીટીવી ફૂટેજમાં સંજય રોયની ઓળખ કરી છે.
શુક્રવારે હોસ્પિટલના સેમિનાર હોલમાં ચેસ્ટ મેડિસિન વિભાગમાં બીજા વર્ષની વિદ્યાર્થિની પીજીટી ડૉક્ટરની અર્ધ-નગ્ન લાશ મળી આવી હતી. તે ગુરુવારે રાત્રે ફરજ પર હતી અને તેના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. પ્રાથમિક પોસ્ટમોર્ટમ અહેવાલો તેની હત્યા પહેલા જાતીય શોષણ સૂચવે છે, જેના કારણે તેના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેની પુત્રી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં તેની હત્યા કરવામાં આવી હતી.
મૃતદેહ મળી આવ્યા બાદ, પોલીસે દર કલાકે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવા માટે 15 લેપટોપ સાથે કોલેજના હોલમાં કમાન્ડ સેન્ટર બનાવ્યું હતું. પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું છે કે આ ગુનો સવારે 4 થી 6 વચ્ચે એટલે કે પીડિતાએ જમવાના ચાર કલાક પછી થયો હતો. સીસીટીવી તપાસતી વખતે, અધિકારીઓએ સવારે 4 વાગ્યાની આસપાસ રૉયની એન્ટ્રી જોઈ અને ફ્રેમ દર ફ્રેમ ફૂટેજ જોતાં, તેઓએ જોયું કે આરોપી સંજય તેના ઇયરફોન વિના હોસ્પિટલથી નીકળી ગયો હતો.
પોલીસે ઘટનાસ્થળે હાજર ડૉકટરો અને નર્સોની પણ પૂછપરછ કરી અને રૉયની હાજરી સાબિત કરવા પુરાવા એકઠા કર્યા. પુરાવામાં અપરાધના સ્થળે મળેલો તૂટેલા બ્લૂટૂથ ઇયરફોનનો પણ સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન રૉય ખૂબ જ ડરી ગયેલો દેખાયો, ત્યારબાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
