Chandrayaan-3 ના લેન્ડિગ પહેલા જાણી લો મોટી અપડેટ
Chandrayaan-3 : હાલ સમગ્ર દુનિયાની નજર ભારત પર ટકેલી છે. આજે ભારત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર લેન્ડ કરવા માટે તૈયાર છે. આવામાં આપણે ચંદ્રયાન 3 સાથે જોડાયેલી કેટલી મહત્વની અપડેટ જાણીશું.

વિશ્વની નજર ચંદ્રયાન પર છે - વિશ્વને લુના-25 પાસેથી ઘણી આશાઓ હતી. તે ચંદ્ર પર નવી શોધ કરવા જઈ રહ્યું હતું, પરંતુ તે પહેલા ક્રેશ થઈ ગયું. આવી સ્થિતિમાં દુનિયાની નજર હવે ચંદ્રયાન પર છે.
Isro ના જણાવ્યા અનુસાર, લેન્ડર વિક્રમની સ્થિતિ સારી છે, તે સારી રીતે કામ કરી રહ્યું છે. તેના સેન્સર લેન્ડિંગ સાઇટને ટ્રેક કરી રહ્યાં છે. ચંદ્રયાન-2માંથી પણ ડેટા મળી રહ્યો છે
ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-2ના કેટલાક ભાગ હજુ પણ ચંદ્રની ભ્રમણકક્ષામાં સક્રિય છે, તેમની પાસેથી ડેટા પ્રાપ્ત થઈ રહ્યો છે.
લેન્ડિગમાં કેટલો સમય લાગશે? - ઈસરોના જણાવ્યા અનુસાર, વિક્રમ લેન્ડરને લેન્ડિંગ પ્રક્રિયામાં 15-20 મિનિટનો સમય લાગશે. આ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે.
જીવંત પ્રસારણ કરવામાં આવશે - ચંદ્રયાન-3નું લેન્ડિંગ લાઈવ ટેલિકાસ્ટ થશે. તે ડીડી નેશનલ પર 23મી ઓગસ્ટે સાંજે 5.27 કલાકે પ્રસારિત થશે.
ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ રહ્યું હતું - ISRO એ 2019 માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું, પરંતુ તે સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જો કે તેનું ઓર્બિટર હજુ પણ કામ કરી રહ્યું છે.
30 કિમીનું પડકારજનક અંતર - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) બેંગ્લોરના ડિરેક્ટર પ્રોફેસર અન્નપૂર્ણિ સુબ્રમણ્યમે કહ્યું કે, તેમને ચંદ્રયાન-3ની સફળતાનો વિશ્વાસ છે, પરંતુ લેન્ડિંગ પહેલા 30 કિલોમીટરનું અંતર હજુ પણ પડકારજનક છે.
આવા સમયે રશિયાની સ્પેસ એજન્સીએ રવિવારે લુના-25ના ક્રેશની પુષ્ટિ કરી હતી. લેન્ડિંગના થોડા સમય પહેલા સુધી વાહન બરાબર હતું, પરંતુ બાદમાં તે ઝડપથી ચંદ્રની સપાટી સાથે અથડાયું.
નવી તસવીરો મોકલી - ચંદ્રયાન-3 એ ચંદ્રની ઘણી તસવીરો લીધી છે, જેને ઈસરોએ જાહેર કરી છે. તે તેની લેન્ડિંગ સાઇટ શોધી રહ્યો છે.
ક્યારે છે લેન્ડિગ - ઈસરોએ રવિવારે વિક્રમના લેન્ડિંગનો સમય જાહેર કર્યો હતો. તે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે.
જાણો ચંદ્રયાન-3 ક્યાં ઉતરશે - ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક મંજનીસ-યુ ક્રેટર પાસે ઉતરી શકે છે.
ચંદ્ર પર ઘણા ક્રેટર્સ - ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઘણા ખાડાઓ છે. ચંદ્રયાન તેમની વચ્ચે લેન્ડિંગ પ્લેસ શોધી રહ્યું છે.
ચંદ્રયાન-2 ની નિષ્ફળતામાંથી શીખ્યો પાઠ - ISRO ના પૂર્વ અધ્યક્ષ કે સિવને જણાવ્યું હતું કે, છેલ્લી વખત લેન્ડિંગ પ્રક્રિયા પછી અમે ડેટાનો અભ્યાસ કર્યો હતો, તેના આધારે સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જ્યાં માર્જિન ઓછું છે, ત્યાં અમે તે માર્જિન વધાર્યા છે. ચંદ્રયાન 2માંથી આપણે જે પાઠ શીખ્યા છે, તેના આધારે આપણે વધુ જોરશોરથી આગળ વધી રહ્યા છીએ.
લેન્ડર ક્યાં છે? - ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવતું રહ્યું. તેની સપાટીથી સૌથી નજીકનું અંતર 25 કિમી અને મહત્તમ 134 કિમી છે. તે 23મીએ દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
