4 th Wave of corona : હવે આંખો પર થાય છે કોરોનાની અસર, જાણો લક્ષણો

છેલ્લા કેટલાક દિવસોમાં, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે અને તેને જોતા, નિષ્ણાતો લોકોને કોરોનાની ચોથી લહેર વિશે ચેતવણી આપી રહ્યા છે.

4 th Wave of corona : છેલ્લા કેટલાક દિવસોમાં, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે અને તેને જોતા, નિષ્ણાતો લોકોને કોરોનાની ચોથી લહેર વિશે ચેતવણી આપી રહ્યા છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ કોરોના વાયરસે ચિંતા વધારી છે અને દર વખતે તે નવા સ્વરૂપમાં આવી રહ્યો છે. કોરોનાનું XE વેરિઅન્ટ ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે અને કોવિડના નવા પ્રકારો સાથે નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

ઘણા રાજ્યોમાં નવા કેસ કેમ વધી રહ્યા છે?

કોરોનાવાયરસના XE વેરિઅન્ટ વિશે નિષ્ણાતો કહે છે કે, તે જૂના પ્રકારો કરતાં વધુ સંક્રમક છે, પરંતુ તે એટલું જીવલેણ નથી. આ સાથે, નિષ્ણાતો કહે છે કે, ભારતમાં મોટાભાગના લોકોમાં એન્ટિબોડીઝ છે, જેના કારણે XE વેરિઅન્ટની અસર એટલી થશે નહીં. આવી સ્થિતિમાં લોકો મોટાભાગે બેદરકાર બની રહ્યા છે અને તેને હળવાશથી લેવાની ભૂલ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નથી કરી રહ્યા અને તેના કારણે સંક્રમણ વધી રહ્યો છે.

આંખો પર કોરોના વાયરસની અસર

આંખો પર કોરોના વાયરસની અસર

કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણો તાવ અને ખાંસી-શરદી છે, પરંતુ કેટલાક લક્ષણો એવા પણ છે, જે તમારી આંખોમાં જોઈ શકાય છે. જોકે, એવું જરૂરી નથી કે,કોવિડ19ના તમામ લક્ષણો બધા લોકોમાં જોવા મળે. આમ હોવા છતાં, કોરોનાના વધતા સંક્રમણથી બચવા માટે, તેના તમામ લક્ષણો વિશે જાગૃત રહેવું જરૂરી છે.

ખંજવાળ અને શુષ્કતાથી પણ થઈ જાવ સાવચેત

ખંજવાળ અને શુષ્કતાથી પણ થઈ જાવ સાવચેત

આ સિવાય આંખોમાં ખંજવાળ અને આંખોમાં શુષ્કતા પણ કોરોનાના લક્ષણો સાથે સંબંધિત હોય શકે છે. જો આંખોમાં ખંજવાળ કે શુષ્કતા હોય તો તેને હળવાશથી નલો.

આંખોમાં જોવા મળે છે કોરોનાના આ લક્ષણો

આંખોમાં જોવા મળે છે કોરોનાના આ લક્ષણો

એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના વિશેના તેમના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, આંખમાં દુ:ખાવો એ કોરોનાનું લક્ષણ હોય શકે છે. આ સિવાય આંખોમાંખંજવાળ અને આંખોમાં શુષ્કતા પણ કોરોનાના લક્ષણો સાથે સંબંધિત હોય શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ લક્ષણોને અવગણવા જોઈએ નહીં.

આંખોની લાલાશ પણ આપે છે કોરોના સંક્રમણની ચેતવણી

આંખોની લાલાશ પણ આપે છે કોરોના સંક્રમણની ચેતવણી

કોરોનાના સામાન્ય લક્ષણો અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે, લાલ કે ગુલાબી આંખો સંભવિત કોરોના સંક્રમણનું લક્ષણ હોય શકે છે.

એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએશોધી કાઢ્યું છે કે, આંસુમાં કોરોના વાયરસ RNA મળી આવ્યો છે. જો તમને આંખોમાં દુ:ખાવો અને આવા અન્ય લક્ષણો દેખાય છે, તો તમારે તરત જ સાવધ થઈજવું જોઈએ.

કોરોના વાયરસના સામાન્ય લક્ષણો

કોરોના વાયરસના સામાન્ય લક્ષણો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, ઉધરસ, થાક, ગાળામાં ખારાશ અને વહેતું નાક એ કોરોનાવાયરસના ચાર સૌથી સામાન્ય લક્ષણો છે.

તાવ, થાક, ગળામાંદુ:ખાવો, શરીરમાં દુ:ખાવો, રાત્રે પરસેવો એ કોરોના સંક્રમણના સંકેતો હોય શકે છે. આ સિવાય ગળામાં દુ:ખાવો એ એક લક્ષણ છે, જે કોવિડ-19ના લક્ષણોમાં સામાન્યછે.

લક્ષણો દેખાય ત્યારે શું કરવું?

લક્ષણો દેખાય ત્યારે શું કરવું?

કોવિડ19ના સંક્રમણને શોધવાની સૌથી સચોટ પદ્ધતિ RT-PCR ટેસ્ટ છે. તેથી જ્યારે પણ તમે તમારી અંદર આ લક્ષણો જુઓ, શક્ય તેટલી વહેલી તકે કોરોનાનો ટેસ્ટકરવો.

જે લોકોને શરદીના લક્ષણો દેખાય છે, તેમને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય.

આ સાથે જ્યાંસુધી ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ ન આવે અને તમે કોરોના સંક્રમિત નથી તેની પુષ્ટિ ન થાય, ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X