દિકરાને મોતને ઘાટ ઉતારી જિદ્દી બાપે કરી આત્મહત્યા. વીડિયો કોલમાં પત્નીને બતાવ્યું લાઇવ મર્ડર
પતિ-પત્નીના ઝગડા ઘણીવાર નાનામાંથી મોટુ સ્વરૂપ લઇ લે છે. વર્તમાન સમયમાં લોકો ક્યારે શું કરી બેસે એની ખાત્રી આપી શકાતી નથી. બિહારના બેતિયામાં રહેતા એક યુવક અને તેની પત્ની વચ્ચે છુટાછેડા લેવા અંગે ઝગડો ચાલી રહ્યો છે.
આ ઝગડાથી કંટાળીને ઉશ્કેરાયેલા પતિએ તેના પત્નીને વીડિયો કોલ કર્યો હતો. જે દરમિયાન તેણે પહેલા પોતાના દિકરાની હત્યા કરી હતી, અને બાદમાં પોતે આત્મહત્યા કરી હતી. આ ઘટના લૌરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કંધવલિયા ગામની છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ યુવકની પત્ની સાથે છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. યુવક પારિવારિક ઝઘડાથી પરેશાન હતો. અહી ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
પત્ની લગભગ દોઢ મહિનાથી તેના મામાના ઘરે રહેતી હતી. મૃતકની ઓળખ અઝીમુલ્લા (33) અને તેના પાંચ વર્ષના પુત્ર અયાન તરીકે થઈ છે. આ સાથે એવું જાણવા મળી રહ્યું છે કે, અઝીમુલ્લા ગામના ચોકમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને કારણે તેની પત્ની લગભગ દોઢ મહિનાથી તેના મામાના ઘરે રહેતી હતી.
વિવાદને કારણે બંને વચ્ચે છૂટાછેડા થવાની વાત ચાલી હતી. આ કારણે અઝીમુલ્લાહ પોતાના ત્રણ બાળકોનો ઉછેર અને બિઝનેસ ચલાવવામાં પરેશાન હતો. આનાથી કંટાળીને તેણે બુધવારની સાંજે સૌથી પહેલા ઘરના ઉપરના માળે એક રૂમમાં પુત્રને ફાંસી આપી હતી. જે બાદ તેણે પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
પત્નીને કર્યો હતો વીડિયો કોલ - આ પહેલા તેણે વીડિયો કોલ કરીને પત્નીને કહ્યું હતું કે, તે તેના પુત્રને ફાંસી આપવા જઈ રહ્યો છે. આ પછી હું પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરીશ. આ રીતે બંનેએ થોડી જ ક્ષણોમાં જીવ ગુમાવ્યો હતો. અહીં ઘટનાની માહિતી મળતાં જ મૃતક અઝીમુલ્લાહની પત્ની હરીરા તેના ભાઈ તૌસીફ સાથે તેના સાસરે દોડી ગઈ હતી. જ્યાં પતિ અને પુત્રના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યા હતા.
આ દરમિયાન એક ગ્રામીણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેના મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે ગુરુવારે સવારે બેતિયા સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી દીધા હતા. પોલીસ સ્ટેશનના કૈલાશ કુમારે જણાવ્યું કે, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટના ખૂબ જ દુઃખદ છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
