શરાબી પુજારીએ રાષ્ટ્રપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી

કેરળ પોલીસે એક મંદિરના પુજારીની ધરપકડ કરી લીધી છે. ખરેખર આ પુજારીએ દારૂના નશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કેરળ પોલીસે એક મંદિરના પુજારીની ધરપકડ કરી લીધી છે. ખરેખર આ પુજારીએ દારૂના નશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રામનાથ કોવિંદ ત્રણ દિવસની યાત્રા પર કેરળના ત્રિશૂર પહોંચ્યા છે. અહીં તેઓ સોમવારે સેન્ટ થોમસના શતાબ્દી સમારંભમાં શામિલ થશે. પુજારીએ આ સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આરોપી તિરુવરમપુરમ્થી 280 કિલોમીટર દૂર ત્રિશૂરના ચિરાકાળ ભગવાંથી મંદિરના પૂજારી છે.

ram nath kovind

પૂજારી જયારામને સોમવારે રાત્રે એક વાગ્યે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની હત્યા કરી દેવામાં આવશે. તેમની ધમકી પછી પોલીસ ટીમ તરફ હરકતમાં આવી. તેમને કોલ ડિટેલને આધારે પુજારીને ટ્રેક કરીને તેની ધરપકડ કરી લીધી. ત્રિશૂરના એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પૂજારી જયારામને દારૂના નશામાં આવી ધમકી આપી હતી.

પોલીસે જણાવ્યું કે જયારે તેમનો નશો ઉતાર્યો ત્યારે તેમને યાદ જ ના હતું કે તેમને રાત્રે આવી કોઈ ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રિશૂરના ગુરુવાયૂર મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે જઈ રહ્યા છે તેને જોતા આરોપી પુજારીની ધરપકડ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિના પાછા જતા પુજારીને છોડી મુકવામાં આવ્યા.

આપણે જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે ત્રણ દિવસની યાત્રા પર તિરૂવનંતપુરમ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ અહીં સોમવારે કેરળ વિધાનસભાના હરિક જયંતિ સમારંભના સમાપન સત્ર "લોકતંત્રના ત્યોહાર" નું પ્રારંભ કરશે, ત્યારપછી તેઓ પાછા દિલ્હી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X