આજે સાંજથી ખુલશે સબરીમાલા મંદિર, મંગળવારથી ભક્તો કરી શકશે ભગવાન અયપ્પાની પૂજા
કેરળના પત્તનંતિટ્ટા જિલ્લામાં સ્થિત સબરીમાલા મંદિર બે મહિના સુધી ચાલનારા મંડલા-મકરવિલક્કુ ઉત્સવ માટે સોમવાર(15 નવેમ્બર)થી ફરીથી ખુલી જશે.
પત્તનંતિટ્ટાઃ કેરળના પત્તનંતિટ્ટા જિલ્લામાં સ્થિત સબરીમાલા મંદિર બે મહિના સુધી ચાલનારા મંડલા-મકરવિલક્કુ ઉત્સવ માટે સોમવાર(15 નવેમ્બર)થી ફરીથી ખુલી જશે. ભગવાન અયપ્પાને સમર્પિત આ સબરીમાલા મંદિર સોમવારે સાંજે ખુલશે અને લોકોને મંગળવારથી ભક્તોને પૂજાની અનુમતિ આપવામાં આવશે. સૌથી પહેલા મંદિર 41 દિવસીય મંડલા પૂજા ઉત્સવ માટે ખુલશે જે 26 ડિસેમ્બરે સમાપ્ત થશે. તે 30 ડિસેમ્બરે ફરીથી ખુલશે અને મકરવિલક્કુ ઉત્સવ માટે 20 જાન્યુઆરી સુધી દર્શનની અનુમતિ હશે. કેરળના આરોગ્ય મંત્રી વીના જૉર્જે રવિવાર(14 નવેમ્બર) કહ્યુ કે વિભાગે કોરોના વાયરસ બિમારી(કોવિડ-19)ને ફેલાતી રોકવા માટે તીર્થયાત્રીઓ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

સબરીમાલા મંદિર જવા માટે કોરોના વેક્સીનેશન અને કોવિડ તપાસ રિપોર્ટ અનિવાર્ય
કેરળના અધિકારીઓએ જોર આપીને કહ્યુ છે કે જો લોકો સબરીમાલામાં મંદિર જવા માંગતા હોય તો તેમના માટે કોરોના વાયરસ વેક્સીનેશનના બંને ડોઝ અથવા કોવિડ-19નો નેગેટીવ રિપોર્ટ અનિવાર્ય હશે. કોરોના વાયરસનો નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. એક અધિકારીએ રવિવારે(14 નવેમ્બર) સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યુ કે બધા શ્રદ્ધાળુઓએ પોતાના આધાર કાર્ડ પણ લઈને આવવાનુ રહેશે.

સબરીમાલા મંદિર પાસે વધારવામાં આવી સુરક્ષા
મંડલા-મકરવિલક્કુ ઉત્સવને જોતા સબરીમાલા અને તેની આસપાસ કડક સુરક્ષા કરવામાં આવશે. આરોગ્ય મંત્રી વીના જૉર્જે એએનઆઈના હવાલાથી કહ્યુ, 'રાજ્ય સ્તરે ગતિવિધિઓના સમન્વય માટે પત્તનંતિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં વિશેષ બેઠકો બોલાવવામાં આવી. આરોગ્ય વિભાગના અધિકારીઓને પંબાથી સન્નિધાનમ સુધી ઉપચાર કેન્દ્રો પર તૈનાત કરવામાં આવી રહ્યા છે.' તેમણે કહ્યુ, 'પંબા અને સન્નિધાનમમાં મેડિકલ કૉલેજોના વિશેષજ્ઞ ડૉક્ટરોની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ કેન્દ્ર સોમવારથી ચાલુ થઈ જશે.'

ઈમરજન્સી ચિકિત્સા કેન્દ્રની કરવામાં આવશે વ્યવસ્થાઃ આરોગ્ય મંત્રી વીણા જૉર્જ
આરોગ્ય મંત્રી વીણા જૉર્જે કહ્યુ, 'પંબાથી સન્નિધાનમની યાત્રા દરમિયાન પાંચ સ્થળોએ ઈમરજન્સી ચિકિત્સા કેન્દ્ર અને ઑક્સિજન પાર્લર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.' આરોગ્ય મંત્રીએ એ પણ કહ્યુ કે, 'મંદિરની યાત્રા દરમિયાન અત્યાધિક હ્રદયના ધબકારા, શ્વાસની તકલીફ કે છાતીમાં દુઃખાવાનો અનુભવ કરનાર વ્યક્તિએ પ્રાથમિકતાના આધારે ઈમરજન્સી કેન્દ્રો પર જવુ જોઈએ.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
