Kerala Landslide: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી વિનાશ, આઠના મોત, કાટમાળ નીચે સેંકડો દટાયા
Kerala Landslide in Gujarati: કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA)એ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે.
NDRFની વધારાની ટીમ વાયનાડ જઈ રહી છે. વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગ - રાષ્ટ્રીય આરોગ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જાહેર કર્યા છે.

એરફોર્સના બે હેલિકોપ્ટર રવાના થયા - વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી રવાના થયા છે. બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે.
કેરળમાં વ્યથિરી, કાલાપટ્ટા, મેપ્પડી અને માનંતવડી હોસ્પિટલ સહિતની તમામ હોસ્પિટલો તૈયાર છે. તમામ આરોગ્ય કર્મચારીઓ રાત્રે સેવા માટે આવી પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, વાયનાડમાં આરોગ્ય કર્મચારીઓની વધુ ટીમો તૈનાત કરવામાં આવશે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
