વેક્સીનેશન સર્ટિફિકેટ પર પીએમનો ફોટો કેમ? કેરળ હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ

કેરળ ઉચ્ચ ન્યાયલયે વેક્સીન પ્રમાણપત્ર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોટો લગાવવા અંગે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે.

તિરુવનંતપુરમઃ કેરળ ઉચ્ચ ન્યાયલયે વેક્સીન પ્રમાણપત્ર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોટો લગાવવા અંગે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. ઉચ્ચ ન્યાયાલયે શુક્રવારે એક અરજીની સુનાવણી દરમિયાન આ નોટિસ જાહેર કરી જેમાં વેક્સીન સર્ટિફિકેટ વિના પ્રધાનમંત્રીનો ફોટો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. કોટ્ટયમ નિવાસી એમ પીટરે પોતાની અરજીમાં કહ્યુ કે વર્તમાન કોવિડ-19 વેક્સીન સર્ટિફિકેટ નાગરિકના મૌલિક અધિકારનુ ઉલ્લંઘન કરે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા વિનાના સર્ટિફિકેટની માંગ કરી.

court

કોર્ટે બે સપ્તાહમાં માંગ્યો જવાબ

અરજીકર્તાને સાંભળ્યા બાદ જસ્ટીસ પીબી સુરેશ કુમારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને બે સપ્તાહમાં આના પર પોતાનો જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા. અરજીકર્તાએ કોર્ટમાં અમેરિકા, ઈન્ડોનેશિયા, ઈઝરાયેલ અને જર્મની સહિત વિવિધ દેશોના વેક્સીનેશન સર્ટિફિકેટ પણ રજૂ કર્યા અને કહ્યુ કે આ બધા સર્ટિફિકેટમાં જરૂરી માહિતી આપવામાં આવી છે પરંતુ સરકારના પ્રમુખોના ફોટા ક્યાંય લગાવવામાં આવ્યા નથી.

અરજીકર્તાએ કોર્ટને જણાવ્યુ કે તે સતત યાત્રા કરતો રહે છે અને તેને ઘણી જગ્યાએ પોતાની સાથે પ્રમાણપત્ર લઈ જવાનુ હોય છે. પરંતુ સર્ટિફિકેટમાં પ્રધાનમંત્રીના ફોટાની ઉપયોગિતા કે પ્રાસંગિકતા નથી. જો સરકાર દ્રઢ હોય તો લોકોને કોઈના ફોટા વિનાનુ પ્રમાણપત્ર લઈ જવાનો વિકલ્પ આપી શકે છે.

ફોટા વિનાનુ સર્ટિફિકેટ મેળવવાનો અધિકાર

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે મહામારી સામે લડાઈને જનસંપર્ક અને મીડિયા અભિયાનમમાં ફેરવી દેવામાં આવ્યુ છે. એવુ લાગી રહ્યુ છે કે જાણે આ વન-મેન શો હતો. અરજીકર્તાના વકીલે કોર્ટને કહ્યુ કે તેમને પ્રધાનમંત્રીના ફોટા વિના વેક્સીન સર્ટિફિકેટ લઈ જવાનો પૂરો અધિકાર છે. અરજીકર્તાએ તર્ક આપ્યો કે પ્રધાનમંત્રીનો ફોટો અરજીકર્તાના વ્યક્તિગત સ્થાનમાં એક બિનજરુરી ઘૂસણખોરી છે. કેન્દ્ર સરકાર કે પ્રધાનમંત્રી કંઈ ખાસ કરવાનો દાવો ન કરી શકે. આ(રસી લગાવવી) એ તેમની ફરજ છે.

આ પહેલા કેન્દ્ર સરકારે પ્રમાણપત્રમાં પ્રધાનમંત્રીના ફોટાને શામેલ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. કેન્દ્રનુ કહેવુ છે કે પીએમની છબી તેમના શબ્દો સાથે સામાન્ય જાગૃતિ અને કોવિડ ઉપયુક્ત વ્યવહાર પેદા કરવામાં મદદ કરે છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં આરોગ્ય મંત્રી બીબી પવારે જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે આદર્શ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X