Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શરાબ કૌભાંડના રૂપિયા ક્યાં ગયા તેનો ખુલાસો કેજરીવાલ કોર્ટમાં કરશે, સુનિતા કેજરીવાલનો મોટો દાવો

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાવીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની સ્થિતી સાપે છછુંદર ગળ્યા જેવી થઈએ છે.

એક તરફ બીજેપી કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહી છે તો બીજી તરફ આ ભ્રષ્ટાચારનો રેલો ખુબ બીજેપી સુધી પહોંચ્યો છે. હવે કેજરીવાલની પત્નીએ મોટો દાવો કર્યો છે.

Sunita Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર કેજરીવાલનો સંદેશ લોકો સુધી પહોંચાડવા એક વીડિયો જાહેર કર્યો છે.

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે 28 માર્ચે કેજરીવાલ કોર્ટમાં જણાવશે કે દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે અને કોર્ટમાં પુરાવા પણ આપશે.

સુનીતાએ કહ્યું કે, મંગળવારે સાંજે હું અરવિંદ કેજરીવાલને મળવા ED ઓફિસ ગઈ હતી. તેમનું શુગર લેવલ હાઈ છે, તેમને બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે પરંતુ ત્યાં પણ તેઓ પોતાના કરતા દિલ્હીના લોકોની વધુ ચિંતા કરે છે.

સુનીતાએ કહ્યું કેસ બે દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાણી અને ગટરની સમસ્યાને લઈને જળ મંત્રી આતિષીને પત્ર મોકલ્યો હતો, ત્યારબાદ કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધ્યો છે.

સુનીતાએ કહ્યું કે, શું એ લોકો દિલ્હીને તબાહ કરવા માગે છે? શું તેઓ ઈચ્છે છે કે લોકો દુઃખી રહે? તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આનાથી ખૂબ જ દુખી છે.

સુનીતાએ કહ્યું કે, EDએ દિલ્હીના કહેવાતા દારૂ કૌભાંડમાં 250 થી વધુ દરોડા પાડ્યા છે પરંતુ કહેવાતા કૌભાંડમાં પૈસાની શોધ કરી રહી છે પરંતુ તેમને ક્યાંય એક પૈસો મળ્યો નથી.

સુનીતા કેજરીવાલે કહ્યું કે, તેમને હજુ સુધી કંઈ મળ્યું નથી. આ સાથે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ 28 માર્ચે કોર્ટમાં બધુ જ જણાવશે. તે જણાવશે કે દારૂના કૌભાંડના પૈસા ક્યાં છે... તે પુરાવા પણ આપશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X