'ભાજપમાં ચાલી રહ્યા છે ઝઘડા, ભગવંત માને કામ પણ શરુ કરી દીધુ', કેજરીવાલે કર્યો કટાક્ષ
પંજાબમાં આમ આદમી પાર્ટી(આપ)ની સરકાર બન્યા બાદ પાર્ટીના સંયોજક તેમજ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ ધારાસભ્યોને સંબોધિત કર્યા.
નવી દિલ્લીઃ પંજાબમાં આમ આદમી પાર્ટી(આપ)ની સરકાર બન્યા બાદ પાર્ટીના સંયોજક તેમજ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ ધારાસભ્યોને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંદેશમાં કહ્યુ કે પંજાબમાં બધાએ એક થઈને કામ કરવાની જરુર છે. કેજરીવાલે ધારાસભ્યો સાથે સંવાદ કરીને કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા નિર્ધારિત ટાર્ગેટને પૂરા કરવા માટે પણ બધા મંત્રીઓએ દિવસ-રાત કામ કરવાની જરુર પડશે. દિલ્લી સીએમે કહ્યુ કે પંજાબમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાનનુ વળતર રાજ્યામાં આપની સરકાર બનવાના ત્રણ દિવસની અંદર જાહેર કરી દેવામાં આવ્યુ છે. વળી, સીએમ કેજરીવાલે ચાર રાજ્યોમાં ભાજપ સરકારની રચનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યુ છે.

સીએમ કેજરીવાલે ભાજપશાસિત રાજ્યોમાં વ્યવસ્થાને લઈને કહ્યુ કે ઓક્ટોબર મહિનામાં થયેલ કમોસમી વરસાદ દરમિયાન ખેડૂતોના પાકને નુકશાન થઈ ગયુ હતુ. પંજાબમાં ખેડૂતોને આનાથી ઘણુ નુકશાન થયુ હતુ. પંજાબમાં આપની સરકાર બનાવવાના ત્રણ દિવસની અંદર ખેડૂતોને આ નુકશાનની ભરપાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સીએમ અરવિંદ કેજરીવાલે એ દાવો કર્યો કે પંજાબમાં ઓક્ટોબરમાં થયેલ કમોસમી વરસાદ અને કરાવૃષ્ટિથી પાકનુ વળતર તેમની પાર્ટીની રાજ્ય સરકારે ત્રણ દિવસની અંદર જાહેર કરી દીધુ છે. સીએમે કહ્યુ કે ટૂંક સમયમાં ખેડૂતોને તેમના નુકશાનનુ વળતર મળી જશે.
આ વાતો સીએમ કેજરીવાલે પંજાબના નવનિર્વાચિત મુખ્યમંત્રી ભગવંત માન સહિત આપ ધારાસભ્યો સાથએ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન કહી. તેમણે કહ્યુ કે આખો દેશ માન અને તેમના કામ વિશે વાત કરી રહ્યો છે. ઓક્ટોબરમાં ક્ષતિગ્રસ્ત પાક માટે વળતર જાહેર કરી દેવામાં આવ્યુ છે. ખેડૂતોને ટૂંક સમયમાં પાકના નુકશાનના વળતરના ચેક મળી જશે.
કેજરીવાલે કહ્યુ - 4 રાજ્યોમાં ભાજપમાં આંતરિક સંઘર્ષ
દિલ્લીના સીએમ કેજરીવાલે ભાજપ શાસિત રાજ્યોમાં વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે મને આશ્ચર્ય છે કે જ્યારે પાર્ટી રાજ્યોમાં આટલા દિવસની સરકાર ચલાવ્યા બાદ પણ ત્યાં કંઈ કરી ના શકી તો ચાર રાજ્યોમાં શું કરશે.દિલ્લીના સીએમે સવાલ કર્યો કે ચાર રાજ્યોમાં ભાજપની સરકારો શું કરશે? જ્યારે એક રાજ્યમાં પાર્ટી આટલા દિવસોથી સત્તામાં રહ્યા બાદ ત્યાં સરકાર નથી બનાવી શકતી. સીએમ કેજરીવાલે દાવો કર્યો કે ચાર રાજ્યોમાં ભાજપ પોતાના આંતરિક કંકાશને ઉકેલવામાં વ્યસ્ત છે.
ભાજપનો આંતરિક કંકાશ સરકાર બનાવવામાં નાખી રહ્યો છે રોડાઃ કેજરીવાલ
સીએમ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં મળીને કામ કરવા માટે કહ્યુ. તેમણે કહ્યુ કે ચાર રાજ્યોમાં જીત મેળવનાર ભાજપ અત્યાર સુધી ત્યાં સરકાર બનાવી શકી નથી. આનુ કારણ પાર્ટીની અંદરની લડાઈ છે. જે પાર્ટી સરકાર બનાવવા માટે આટલો વિલંબ કરી રહી છે તે આગળ શું કરી શકશે.
આપ ધારાસભ્યોને એક થઈને કાર્ય કરવાના નિર્દેશ
સીએમ કેજરીવાલે પંજાબના આપ ધારાસભ્યોને કહ્યુ કે ભગવંત માને આપેલા ટાર્ગેટને નક્કી સમય સીમામાં પૂરો કરવાનો છે. આના માટે દિવસ-રાત કામ કરવુ પડશે. તેમણે આગળ કહ્યુ કે બધાએ ભગવંત માનના નેતૃત્વમાં મળીને કામ કરવાનુ છે. રાજ્યના હિત માટે એક રહેવાનુ છે. કેજરીવાલે ધારાસભ્યોને ભરોસો અપાવ્યો કે જો કોઈ મુશ્કેલી આવશે તો માર્ગદર્શન આપવા માટે તે એક મોટાભાઈની ભૂમિકામાં રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
