પંજાબના મંત્રી વિજય સિંગલાની ધરપકડ મુદ્દે કેજરીવાલની પ્રતિક્રિયા, કહ્યું-ભગવંત માન પર ગર્વ!
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે તેમના કેબિનેટ પ્રધાન વિજય સિંગલાને ભ્રષ્ટાચારના આરોપમાં કાઢી મૂકવા બદલ તેમના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રશંસા કરી છે.
નવી દિલ્હી, 24 મે : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે તેમના કેબિનેટ પ્રધાન વિજય સિંગલાને ભ્રષ્ટાચારના આરોપમાં કાઢી મૂકવા બદલ તેમના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રશંસા કરી છે. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું કે ભગવંત માનના પગલાથી તેમની આંખોમાં આંસુ આવી ગયા છે. સીએમ કેજરીવાલે લખ્યું કે ભગવંત માન પર અમને પર ગર્વ છે. તમારા પગલાથી મારી આંખોમાં આંસુ આવી ગયા. સમગ્ર દેશ આજે AAP પર ગર્વ અનુભવી રહ્યો છે.

બીજી તરફ પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ ઈમાનદાર વ્યવસ્થા સ્થાપિત કરવા માટે થયો છે. અરવિંદ કેજરીવાલે હંમેશા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સહન કરશે નહીં, પછી તે પોતાનો હોય કે બીજાનો. આરોગ્ય મંત્રી વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા મળી આવતાં જ તેમને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ સાથે FIR માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.
વિજિલન્સ બ્યુરોએ સિંગલાની ધરપકડ કરી છે. ટેન્ડરો પાસ કરવા માટે કથિત રીતે એક ટકા કમિશનની માંગણી કરવા બદલ રાજ્ય કેબિનેટમાંથી તેમને આરોગ્ય પ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. માનને ટ્વિટર પર સિંગલાને હટાવવાની જાહેરાત કરતા કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ ધરાવે છે. 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર હું સહન નહીં કરું. અમે પંજાબને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવા માંગીએ છીએ.
ભગવંત માને સરકારની રચનાના બે મહિના બાદ આ કાર્યવાહી કરી છે. 117 સભ્યોની વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 92 બેઠકો મળી હતી. સિંગલા માણસા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેણે પંજાબી ગાયક અને કોંગ્રેસના ઉમેદવાર શુભદીપ સિંહ સિદ્ધુને હરાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
