અરવિંદ કેજરીવાલ જેલમાં 'ઈરાદાપૂર્વક ઓછી કેલરી' લઈ રહ્યા છેઃ દિલ્હી એલનો પત્ર
નવી દિલ્હી, 20 જુલાઈ: દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ આરોપ લગાવ્યો છે કે ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જાણીજોઈને તબીબી આહાર અને તેમને સૂચવવામાં આવેલી દવાઓ લેતા નથી. એલજીએ મુખ્ય સચિવ નરેશ કુમારને લખેલા પત્રમાં કેજરીવાલના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે સુપરિન્ટેન્ડેન્ટ (જેલ)ના અહેવાલને ટાંકીને આરોપ લગાવ્યો છે કે ઘરે રાંધેલો પૂરતો ખોરાક પૂરો પાડવામાં આવતો હોવા છતાં, મુખ્યમંત્રી દ્વારા "ઇચ્છાપૂર્વક ઓછી કેલરી લેવા"ના ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.

ડેવલપમેન્ટ પર AAP સરકારની તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા ઉપલબ્ધ નથી. એલજી ઓફિસે જણાવ્યું હતું કે સક્સેનાએ જેલ સત્તાવાળાઓને સૂચન કર્યું છે કે તે મુખ્યમંત્રીને સૂચવેલા આહાર સિવાય દવા અને ઇન્સ્યુલિનના નિયત ડોઝનું પાલન કરવાની સલાહ આપી શકે છે. કેમ કે તેઓ ટાઇપ-II ડાયાબિટીસ મેલીટસનો ઈતિહાસ ધરાવે છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કેન્દ્રની તેની સરકાર પર જેલમાં કેજરીવાલના સ્વાસ્થ્યને કાયમી નુકસાન પહોંચાડવાનું "ષડયંત્ર" કરવાનો આરોપ મૂક્યો છે અને દાવો કર્યો છે કે કેજરીવાલનું વજન ઘટી ગયું છે અને બ્લડ સુગર લેવલમાં ઘટાડો થયો છે.
પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે કેજરીવાલ કોમામાં પણ સરી પડ્યા હોત અને મગજને નુકસાન થાત, આ ઉપરાંત તેમના બ્લડ સુગર લેવલમાં એક રાતમાં પાંચ વખત 50 mg/dL સુધીનો ઘટાડો થયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
એલજીએ મુખ્ય સચિવને લખેલા પત્ર અનુસાર, મોનિટરિંગ ચાર્ટ સૂચવે છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે દિવસના ત્રણેય ભોજન માટે નિર્ધારિત કરેલ આહારનું સંપૂર્ણ સેવન નહોતું કર્યું.
પત્રમાં લખવામાં આવ્યું, "અહેવાલમાં વજન ઘટાડો પણ સૂચવવામાં આવ્યો છે (હવે 61.5 કિલો જે અગાઉ શરણાગતિની તારીખે 63.5 કિલો હતું - 2 જૂન, 2024). પ્રથમ દૃષ્ટિએ, તે ઓછી કેલરીના સેવનને કારણે હોવાનું જણાય છે." વધુમાં લખ્યું કે, 18 જૂનના રોજ ઈન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું અથવા જેલ સત્તાવાળાઓ દ્વારા અહેવાલમાં નોંધવામાં આવ્યું ન હતું તેવું લાગે છે.
મોટા ભાગના દિવસોમાં ગ્લુકોમીટર ટેસ્ટ રીડિંગ અને કન્ટિન્યસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ (CGMS) રીડિંગ વચ્ચે પણ નોંધપાત્ર તફાવત છે. વધુમાં એલજી ઓફિસે જણાવ્યું હતું કે, 19 જૂનના બપોરના ભોજન પહેલાં કેજરીવાલનું ગ્લુકોમિટ રિડિંગ 104 mgl હતું જ્યારે CGMS રિડિંગ બપોરે 12:30 વાગ્યે ભોજન પહેલાં 82 mgl હતું.
"ગ્લુકોમીટર ટેસ્ટ રીડિંગ અને CGMS રીડિંગ્સ વચ્ચેની સ્પષ્ટ વિસંગતતાઓને યોગ્ય તબીબી સત્તાવાળાઓ દ્વારા ચકાસવાની જરૂર છે," પત્રમાં લખ્યું હતું.
એલજી ઓફિસના જણાવ્યા અનુસાર, 6 જુલાઈના રોજ ત્રણેય ભોજન દરમિયાન મુખ્યમંત્રીએ નિર્ધારિત આહારનું સેવન કર્યું ન હતું. તેમને નાસ્તા પહેલાં પાંચ યુનિટ ઇન્સ્યુલિન, લંચ પહેલાં ચાર યુનિટ અને રાત્રિભોજન પહેલાં બે યુનિટ આપવામાં આવ્યા હતા.
જેલના અહેવાલને ટાંકીને જણાવ્યું, 7 જુલાઈના રોજ ફરીથી નિર્ધારિત આહારનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને તે દિવસે નાસ્તા પહેલાં પાંચ યુનિટ ઇન્સ્યુલિન, લંચ પહેલાં ચાર યુનિટ અને "મુખ્યમંત્રી કેજરીવાલે રાત્રી ભોજન પહેલાં ઈન્સ્યુલિન લેવાનો ઈનકાર કર્યો હતો."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
