Delhi Liquor Policy Case : દારૂ કૌભાંડ પર બોલ્યા દિલ્હી CM અરવિંદ કેજરીવાલ, કહ્યું - AAP ની ઇમાનદારી અખંડ છે
Delhi Liquor Policy Case : દિલ્હી સરકારની લીકર પોલિસી સાથે જોડાયેલા કૌભાંડને કારણે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કૌભાંડના કેસમાં દિલ્હીના પૂર્વ ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈન અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.
આવા સમયે, કેન્દ્રીય એજન્સી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીને દેશની એકમાત્ર ઈમાનદાર પાર્ટી ગણાવી. તેમણે AAP નેતાઓ પર કરાયેલી કાર્યવાહી માટે ભાજપ પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ જણાવ્યું હતું કે, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક તેમને તેમની વિરુદ્ધ તપાસ એજન્સીઓની કાર્યવાહી અંગે ચેતવણી આપી ચૂક્યા છે. સીએમએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઈન્ટરવ્યુ જોયો, જેમાં મલિકે જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી લીકર પોલિસી કેસમાં આગમી સમયમાં મારી ધરપકડ કરશે.
મુખ્યમંત્રી કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, મારી ધરપકડ કરો, તમે કેમ ધમકી આપી રહ્યા છો. કેજરીવાલ બહુ નાની વાત છે, આખો દેશ જોઈ રહ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓ દરરોજ અમને બદનામ કરી રહ્યા છે. કારણ કે, આખો દેશ જાણે છે કે, આમ આદમી પાર્ટી દેશની એકમાત્ર 'પ્રામાણિક' પાર્ટી છે. જો તમારે ધરપકડ કરવી હોય તો કરો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક તરફ ધમકીઓની વાત થઈ રહી છે, તો બીજી તરફ બીજેપી છે, જે કહી રહી છે કે, કેજરીવાલની ધરપકડ થનારા આગામી વ્યક્તિ છે. આ સાબિત કરે છે કે, ભાજપ ED અને CBIને નિયંત્રિત કરી રહ્યા છે. જો આવું ન હતું, તો પછી તેઓને કેવી રીતે ખબર પડશે કે, ધરપકડ થનારી વ્યક્તિ કોણ છે.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રીએ ગોવામાં AAP નેતા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ખોટી ગણાવી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓએ કહ્યું કે AAPએ ગોવાની ચૂંટણીમાં રૂપિયા 100 કરોડનો ખર્ચ કર્યો. તેઓએ ગોવામાં અમારી સાથે કામ કરનારા તમામ લોકોની રેડ પાડીને ધરપકડ કરી. પાછળથી EDએ જણાવ્યું કે, લગભગ 19 લાખ - 20 લાખ રોકડમાં ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ચેક રકમ ઉપલબ્ધ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
