નવજોત સિદ્ધુએ ખુદને સીએમ ચહેરો ગણાવ્યો, કહ્યું- કેજરીવાલને પંજાબમાં સીએમ ચહેરો નથી મળી રહ્યો
નવજોત સિદ્ધુએ ખુદને સીએમ ચહેરો ગણાવ્યો, કહ્યું- કેજરીવાલને પંજાબમાં સીએમ ચહેરો નથી મળી રહ્યો
જાન તૈયાર છે પરંતુ કેજરીવાલને હજી સુધી વરરાજો મળ્યો નથી. કેજરીવાલ પર આવો કટાક્ષ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુએ કર્યો. તેઓ કાદિયાંના ધારાસભ્ય ફતેહજંગ સિંહ બાજવા દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે દિલ્હીના મુખ્યમંત્રીને આડેહાથ લીધા હતા. સિદ્ધુ પહેલીવાર સૌથી વધુ કેજરીવાલ વિરુદ્ધ બોલ્યા અને પોતાના ભાષણમાં ખુદને કેટલીયવાર સીએમ ચહેરાના રૂપમાં રજૂ કર્યા.

કેજરીવાલ પર પ્રહાર
સિદ્ધુએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ જૂઠાણાના પાયા પર પંજાબમાં આમ આદમી પાર્ટીની હવા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીની હવાને ના કરી શક્યા અને પંજાબની પરાલીની વાત કરે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકારના સમયે છ હજાર બસ સીએનજી પર ચાલતી હતી, જો કે આજે ત્રણ હજાર બચી છે. દિલ્હીમાં કેજરીવાલ દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઑટો રીક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેને પગલે દિલ્હીની હવા પ્રદૂષિત થઈ છે.

કેજરીવાલ પંજાબમાં દેખાયા નહોતા
તેમણે કહ્યું કે સાઢા ચાર વર્ષ સુધી કેજરીવાલ પંજાબમાં દેખાયા નહોતા. જ્યારે સિદ્ધુ નશા તસ્કરો સામે અવાજ ઉઠાવતા તો એવા સમયે કેજરીવાલે માફી માંગી લીધી. તેમણે કહ્યું કે કેજરીવાલ પંજાબની મા અને બહેનોને હજાર રૂપિયાની લાલચ આપી રહ્યા છે. જો તેઓ મહિલાઓના આટલા જ હિતેચ્છુ હોય તો જણાવે કે દિલ્હી કેબિનેટમાં કેટલી મહિલાઓ છે?

26 લાખ નોકરીઓની વાત
સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલ 26 લાખ નોકરીઓની વાત કરી રહ્યા છે. આવી વાતો કરવા પર જ લોકોએ કેપ્ટનને સાઈડ પર કર્યા છે. સિદ્ધુએ કહ્યું કે કેજરીવાલ પંજાબના લોકોને જે સુવિધાઓ આપવાની વાત કરી રહ્યા ચે તેના માટે વાર્ષિક 1 લાખ દસ હજાર કરોડ રૂપિયાની જરૂરત પડશે. જ્યારે પંજાબનું વાર્ષિક બજેટ જ 72 હજાર કરોડ રૂપિયા છે. તેમાં 70 હજાર કરોડ રૂપિયા પગારમાં ચાલ્યું જાય છે. બાકીના પૈસા ક્યાંથી લાવશે.

મારો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર આપવાનો છે
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે 2022ની ચૂંટણી હું સત્તામાં આવવા માટે નહીં બલકે પંજાબની આગામી પેઢીને બચાવવા માટે લડીશ. તેમણે કહ્યું કે મારો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગાર આપવાનો છે અને ખેડૂતોની આવક વધારવાનો હશે. તેમણે કહ્યું કે 2022માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ દાળ અને તેલ પર એમએસપી આપવામાં આવશે. સિદ્ધુએ કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા ખેડૂતોને શેરડીનું મૂલ્ય 360 રૂપિયા આપવાનું વચન અપાયું હતું. પરંતુ મિલો દ્વારા તેમને 325 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે 2022ની ચૂંટણી બાદ સરકાર બનવા પર 360 રૂપિયા આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
