6 મેના રોજ ખોલવામાં આવશે કેદારનાથના કપાટ, ચારધામ યાત્રા આ દિવસથી થશે શરુ
વિશ્વ પ્રસિદ્ધ બાબા કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6 વાગીને 25 મિનિટે ખોલવામાં આવશે.
દહેરાદૂનઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6 વાગીને 25 મિનિટે ખોલવામાં આવશે. આજે મહાશિવરાત્રિના પર્વ પર શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઢમાં આચાર્ય વેદપાઠી અને હક-હકૂકધારીઓની ઉપસ્થિતિમાં 12માં જ્યોર્તિલિંગમાં શામેલ ભગવાન કેદારનાથના કપાટ ખુલવાની તિથિ નક્કી કરવામાં આવી છે.

2મેએ રવાના થશે ડોલી
ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં પૌરાણિક પરંપરાઓ અનુસાર શિવરાત્રિના પર્વ પર કેદારનાથના કપાટ ખુલવાની તિથિ વૈદિક પૂજા અર્ચના સાથે જ પારંપરિક રીતિ રિવાજ હેઠળ ઘોષિત કરવામાં આવી છે. કેદારનાથના કપાટ 6 મેના રોજ સવારે 6.25 વાગે શુભ મુહુર્તમાં ખુલશે. ઓમકારેશ્વર મંદિર ઉખીમઠના બાબા કેદારની ડોલી 2 મેએ કેદાર ધામ માટે પ્રસ્થાન કરશે. બે મેના રોજ બાબા કેદારનાથની ડોલી કેદારધામ માટે રવાના થશે. 2 મેએ ડોલી ગુપ્તકાશી, 3 મેએ ફાટા, 4 મેએ ગૌરીકુંડ તે રાતે વિશ્રામ બાદ 5 મેએ કેદારનાથ ધામ પહોંચશે. 6 મેએ સવારે 6 વાગીને 25 મીનિટે કપાટ ભક્તો માટે દર્શનાર્થે ખોલી દેવામાં આવશે. કેદારનાથના રાવળ ભીમાશંકર લિંગ, કેદારનાથના ધર્માધિકારી ઓમકારેશ્વલ શુક્લા, પૂજારી તેમજ વેદપાઠીગણો દ્વારા પંચાંગ ગણના બાદ કપાટ ખુલવાની તિથિ તેમજ મુહુર્ત નિશ્ચિત કરવામાં આવ્યા.
8 મેના રોજ ખુલશે બદરીના વિશાળ કપાટ
ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિદ્ધ ચારધામ છે જેના કપાટ ખોલવાની તિથિ હવે સામે આવી ગઈ છે. બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખનુ એલાન પહેલા જ કરી દેવામાં આવ્યુ છે. બદરીનાથ ધામ મંદિરના કપાટ 8 મેના રોજ 6 વાગીને 15 મિનિટે ખોલવામાં આવશે. ગંગોત્રી અને યમુનોત્રિના કપાટ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર 3 મેના રોજ ખોલવામાં આવશે. આ રીતે ચારધામ યાત્રાની શરુઆત 3મેના રોજ થઈ જશે. ગંગોત્રી, યમુનોત્રી બાદ 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદરીનાથના કપાટ ખુલશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
