Kawardha Accident News: કવર્ધામાં ખીણમાં પડી પીકઅપ, 18 મજૂરોના મોત
Kawardha Accident News: છત્તીસગઢના કબીરધામ (કવર્ધા) જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારના રોજ પીકઅપ ખાઈમાં પડી જતાં 18 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, નાયબ મુખ્યમંત્રી અને કવર્ધા ધારાસભ્ય વિજય શર્મા સહિત રાજ્યના ઘણા નેતાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ઘાયલોની સારી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
વિષ્ણુદેવ સાંઈએ લખ્યું કે, હું મૃત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.

ડેપ્યુટી સીએમ વિજય શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો હતો. વિજય શર્માએ લખ્યું કે, મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે, જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં રોકાયેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીકઅપમાં 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જે અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, પીકઅપમાં મજૂરો હતા, જેઓ તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. કવર્ધાના એસપી અભિષેક પલ્લવના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના કવર્ધાના બાહપાની ગામ પાસે થઈ હતી. આ ઘટનામાં 14 મહિલાઓ અને એક પુરૂષનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
कबीरधाम जिले के कुकदूर थाना क्षेत्र के बाहपानी गांव के पास पिकअप पलटने से 18 ग्रामीणों के निधन एवं 4 के घायल होने का दुःखद समाचार प्राप्त हो रहा है।
— Vishnu Deo Sai (Modi Ka Parivar) (@vishnudsai) May 20, 2024
घायलों के बेहतर इलाज के आवश्यक निर्देश ज़िला प्रशासन को दिए गए है।
ईश्वर से दिवंगत आत्माओं की शांति और उनके परिवार के प्रति…












Click it and Unblock the Notifications
