Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમરનાથ યાત્રીઓ પર પત્થરમારો કરવાના વીડિયોની શું છે સચ્ચાઈ? અહીં જાણો ADGP કાશ્મીરે શું કહ્યુ?

શ્રીનગર(જમ્મુ કાશ્મીર): કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક(ADGP) વિજય કુમારે સ્પષ્ટ કર્યુ કે અમરનાથ યાત્રીઓ પર પત્થરમારો કરવાની કોઈ ઘટના બની નથી અને પત્થરમારો કરવાનો વાયરલ થયેલો વીડિયો ભ્રામક અને પાયાવિહોણો છે. જેનો હેતુ જમ્મુ અને કાશ્મીર પોલીસની છબી ખરાબ કરવાનો છે.

કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે અગાઉ 15 જુલાઈના રોજ પોનીવાળાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના પરિણામે ટટ્ટુ વાળા અને કેટલાક યાત્રીઓને સામાન્ય ઈજા થઈ હતી. પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી.

jammu kashmir

નોંધનીય છે કે આ પહેલા બુધવારે, જમ્મુ અને કાશ્મીર પ્રશાસને, એક સત્તાવાર નિવેદનમાં, બદમાશો દ્વારા અમરનાથ યાત્રીઓ પર પથ્થરમારો કરવાના ભ્રામક આરોપોને રદિયો આપ્યો હતો.

પ્રશાસને કહ્યું કે પોનીવાળાઓ વચ્ચેના નાના વિવાદને કારણે આ ઘટના બની હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રશાસને શ્રી અમરનાથ યાત્રાના યાત્રિકોની સુવિધા માટે યાત્રાના સુચારુ સંચાલન માટે તમામ વ્યવસ્થા કરી છે."

નિવેદનમાં આગળ જણાવ્યું હતુ કે, "સમુદાયો વચ્ચે વિભાજન કરવા, વિસંગતતા ફેલાવવા અને શાંતિપૂર્ણ યાત્રાને ખલેલ પહોંચાડવાના દૂષિત ઈરાદાથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે. શ્રી અમરનાથજીની પવિત્ર ગુફાની યાત્રાએ નીકળેલા તમામ યાત્રીઓએ સેવાઓની સારી ગુણવત્તાની સાક્ષી આપી છે અને નિર્વિવાદ યાત્રાની પ્રશંસા કરી છે. "

તમને જણાવી દઈએ કે વાર્ષિક અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી. 62 દિવસની યાત્રા 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X