કર્ણાટકઃ બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી

કર્ણાટકમાં ચાલી રહેલ રાજકી ઘમાસાણ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો છે. સુપ્રીમ કોર્ટ આજે તમામ બાગી ધારાસભ્યો મામલે સુનાવણી કરશે.

કર્ણાટકમાં ચાલી રહેલ રાજકી ઘમાસાણ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો છે. સુપ્રીમ કોર્ટ આજે તમામ બાગી ધારાસભ્યો મામલે સુનાવણી કરશે. આ પહેલા કોર્ટે આ કેસની સુનાણી કરતા કહ્યુ હતુ કે મંગળવાર સુધી યથાસ્થિતિને જાળવી રાખવામાં આવે. બાગી ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહગતી કોર્ટમાં હાજર થયા હતા. આ પહેલા સ્પીકરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે તમામ બાગી ધારાસભ્યોએ પહેલા મારી પાસે આવવુ જોઈતુ હતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં નહોતુ જવુ જોઈતુ.

supreme court

વળી, બાગી ધારાસભ્યોનો આરોપ છે કે સ્પીકર જાણીજોઈને તેમના રાજીનામા નથી સ્વીકારી રહ્યા અને મોડુ કરી રહ્યા છે. આ સરકાર સંસદમાં પોતાનો વિશ્વાસ ખોઈ ચૂકી છે અને કોંગ્રેસ-જેડીએસ સરકારને બચાવવા માટે તમામ ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાનો ભય બતાવવામાં આવી રહ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે હાલમાં ના તો ધારાસભ્યો પાસેથી રાજીનામા લેવામાં આવશે અને ના તેમને અયોગ્ય ગણવામાં આવશે. આ પહેલા કોંગ્રેસના પાંચ બાગી ધારાસભ્યોએ 13 જુલાઈના રોજ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે સ્પીકર તેમના રાજીનામા નથી સ્વીકારી રહ્યા.

તમને જણાવી દઈએ કે 16 કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. જ્યારે બે અપક્ષ ધારાસભ્યોએ પણ સરકારમાંથી પોતાનું સમર્થન પાછુ લઈ લીધુ છે. જેના કારણે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે અને ભાજપ સતત કુમારસ્વામીના રાજીનામાની માંગ કરી રહ્યુ છે. બધા બાગી ધારાસભ્ય મુંબઈની એક હોટલમાં રોકાયા છે. આ ધારાસભ્યા રાજીનામાને વિધાનસભા સ્પીકરે હજુ સુધી સ્વીકાર નથી કર્યા. 10 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવાર સુધી યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યુ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે ગઠબંધનની સરકારનો ફ્લોર ટેસ્ટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X