કર્ણાટકમાં છાત્રોનુ અનોખુ પ્રદર્શન! ખરાબ ભોજન મળવા પર ચિકન કરીની બાલટી લઈને પહોંચ્યા IASના આવાસ પર
કર્ણાટકમાં છાત્રોએ અનોખો વિરોધ કર્યો છે. હોસ્ટેલમાં ખરાબ ભોજન પીરસાતુ હોવાનો દાવો કરીને છાત્રો ખરાબ ચિકન કરીને બાલટી લઈને આઈએએસના આવાસ પર પહોંચી ગયા હતા.
કર્ણાટકમાં છાત્રોએ વિરોધની એક અનોખી રીત અપનાવી જેને જાણીને તમે પણ ચોંકી જશો. લોકો પોતાની માંગો પૂરી કરવા માટે ઘણુ કરતા હોય છે પરંતુ બુધવારની રાતે પછાત સમાજના 20થી વધુ છાત્રોએ બેલ્લારી આઈએએસના આવાસ સુધી ચિકન કરીની બાલટી લઈને વિરોધ કર્યો. હોસ્ટેલમાં ખરાબ ક્વૉલિટીની ભોજન પીરસવામાં આવતુ હોવાના કારણે છાત્રોએ આ રીતે વિરોધ કર્યો હોવાનુ બહાર આવ્યુ છે.

મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ પ્રશાસન અને ડેપ્યુટી કમિશનરને ઘણી વખત નબળી ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી. પરંતુ તેમની વાતોની અવગણના કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજન સાથે શાંતિપૂર્ણ રીતે ડેપ્યુટી કમિશનર પવન કુમાર માલપતિના નિવાસસ્થાન તરફ કૂચ કરવાની ફરજ પડી હતી. જો કે, આવા પ્રદર્શનો સામે કડક પગલાં લેતા શિક્ષણ વિભાગે 25 વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે.
વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેમને મંગળવારે ખાવા માટે સબસ્ટાન્ડર્ડ ચિકન કરી મળી હતી. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ(TNIE)ના એક અહેવાલમાં જણાવાયુ છે કે તેમના વિરોધ છતાં બુધવારે સાંજે પણ આ જ વાનગી પીરસવામાં આવી હતી. આ પછી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સંગઠિત થયા અને ન્યાયની માંગણી સાથે ડીસીના નિવાસસ્થાને કૂચ કરી.
જો કે, પવન કુમાર માલપતિએ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં પાછા જવાનુ કહ્યુ તેમ છતાં તેઓએ ત્યાંથી હટવાનો ઇનકાર કર્યો અને તેમના નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કર્યુ. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા 25 વિદ્યાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ રાજ્યના શિક્ષણ સચિવ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી વિદ્યાર્થીઓને વધુ શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડશે કે કેમ તે જોવાનુ હજુ બાકી છે. આ દરમિયાન કર્ણાટકના વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ આ મુદ્દે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યુ હતુ અને ડીસીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે 2012 બેચના IAS અધિકારી પવન કુમાર માલપતિએ જાન્યુઆરી 2021માં બલ્લારીના ડેપ્યુટી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
