Karnataka Result : નેશનલ પાર્ટીઓ કરતા NOTA ને વધુ મત મળ્યા, જાણો કેટલા ટકા મત પડ્યા?
દેશમાં નફરતની રાજનીતિ કરતી બીજેપીને કર્ણાટકના લોકોએ મોટો પાઠ ભણાવ્યો છે. લોકોના મુળ મુદ્દાઓને છોડીને હિન્દુ-મુસ્લિમ કરતી અને લોકોને ઉશ્કેરતી બીજેપીની હાર સાથે દેશમાં ઘણા સમીકરણો બદલાઈ ગયા છે. જો કે કર્ણાટકમાં બીજેપી સહિતની તમામ પાર્ટીઓને નકારતા ઘણા લોકોએ નોટાને પણ મત આપ્યા છે.
કર્ણાટકમાં કેટલીક નેશનલ પાર્ટીઓને મળેલા મતો કરતાં વધુ NOTA માં વધુ મત પડ્યા છે. આંકડા અનુસાર, નોટામાં કુલ 2 લાખ 60 હજારથી વધુ મત પડ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોએ તમામ પાર્ટીઓને નકારી છે.

કર્ણાટકમાં સાંજે 7.15 વાગ્યા સુધી કુલ મતદાનમાંથી NOTAને 0.69% મત મળ્યા હતા. કેટલાક રાષ્ટ્રીય રાજકીય પક્ષો પણ આટલા મત મેળવી શક્યા નથી. EVM પર 2013 થી લોકોને NOTA વિકલ્પ મળે છે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર NOTAને મળેલા મત કરતા 3 નેશનલ પાર્ટીઓને ઓછા મત મળ્યા છે. આ પાર્ટીઓમાં CPM ને માત્ર 0.06% વોટ, યુપી જેવા સૌથી મોટા રાજ્યમાં સત્તામાં રહેલી બસપાને નોટાથી અડધા મત પણ મળ્યા નથી.
કર્ણાટકમાં બસપાને માત્ર 0.31% મત મળ્યા છે. આ સિવાય દિલ્હી અને પંજાબમાં બહુમતી સાથે સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને પણ કર્ણાટકમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીને રાજ્યમાં માત્ર 0.58% વોટ મળ્યા, જે NOTA કરતા પણ ઓછા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
