Karnataka Result : હિજાબ પર પ્રતિબંધનો વિરોધ કરનારી કનીઝ ફાતિમાં ચૂંટણી જીતી, બીજેપી ઉમેદવારને કરારી હાર
કર્ણાટકમાં હિજાબને લઈને મોટી બબાલ થઈ હતી. આ મુદ્ધે ખુબ રાજનીતિ થઈ હતી. આ રાજનીતિને કારણે બીજેપીએ સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. હિજાબ પર પ્રતિબંધનો વિરોધ કરનારી કનીઝ ફાતિમાએ બીજેપીના ઉમેદવારને હરાવ્યા છે.
કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધના વિરોધમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કોંગ્રેસ નેતા કનીઝ ફાતિમાએ ગુલબર્ગા ઉત્તર બેઠક પરથી જીત મેળવી છે. ફેબ્રુઆરી 2022 માં કનીઝ ફાતિમાએ હિજાબ બેનનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

કર્ણાટક સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યા પછી કનીઝ ફાતિમાએ મોરચો ખોલ્યો હતો. કનીઝ ફાતિમા આ ચૂંટણીમાં કોંગ્રેસના એકમાત્ર મુસ્લિમ મહિલા ઉમેદવાર હતા.
ગુલબર્ગા સીટ પર બીજેપી ઉમેદવાર ચંદ્રકાંત બી પાટીલને લગભગ 1200 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. ગુલબર્ગા ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમોની વસ્તી લગભગ 60 ટકા છે. આ સ્થિતિમાં બીજેપીને હિજાબ મોંઘો પડ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, પતિના મૃત્યુ બાદ કનીઝે રાજકારણમાં એન્ટ્રી કરી. છ વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા પતિ કમરૂલ ઈસ્લામના મૃત્યુ બાદ 63 વર્ષીય ફાતિમાએ 2018 પહેલા રાજકારણમાં આવવુ પડ્યુ. 2022માં જાહેરમાં હિજાબ પહેરતી કનીઝ ફાતિમાએ બોમાઈ સરકાર સામે હિજાબ મુદ્દે મોરચો ખોલી દીધો હતો.
આ મુદ્દા સાતે જોડાયેલા અન્ય એક નેતાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. કર્ણાટકના શિક્ષણ મંત્રી વીસી નાગેશને પણ પોતાની સીટ ગુમાવવી પડી છે. નાગેશે રાજ્યમાં એક સમાન યુનિફોર્મની વકિલાત કરી હતી. નાગેશની 17 હજાર મતે હાર થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
