Karnataka Result 2023 : ડીકે શિવકુમાર સાથે ઉજવણી કરતા જોવા મળી રહેલા આ વ્યક્તિ કોણ છે?
કર્ણાટકમાં બીજેપી માટે આજે કપરો દિવસ છે. સાઉથના એકમાત્ર રાજ્યમાં સત્તામાં રહેલી બીજેપીને કોંગ્રેસે ખરાબ રીતે હરાવીને સત્તામાંથી બહાર કરી દીધી છે. આ જીતમાં ડીકે શિવકુમાર હીરો બનીને સામે આવ્યા છે. હવે ડીકે સાથે જોવા મળી રહેલા એક ચહેરાની ખુબ ચર્ચા થઈ રહી છે.
કર્ણાટકમાં કોંગ્રેસે બીજેપીને હટાવીને સત્તા પર કબજો કરવાની તૈયારી કરી લીધી છે. અહીં અધ્યક્ષ ડીકે શિવકુમારનો દાવો સાચો સાબિત થઈ રહ્યો ત્યારે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર પાર્ટી કાર્યકરો સાથે ઉજવણી કરતા દોવા મળી રહ્યા છે.

આ ઉજવણીમાં ડીકે શિવકુમાર સાથે અન્ય એક ચહેરો પણ જોવા મળી રહ્યો છે. હવે આ કોણ છે તેના વિશે લોકો જાણવા માંગે છે. ડીકે શિવકુમારે તેના નિવાસસ્થાને કાર્યકરોનું અભિવાદન સ્વીકાર્યું ત્યારે તેમની સાથે તસવીરમાં દેખાતો ચહેરો અન્ય કોઈ નહીં પરંતુ તેનો ભાઈ ડીકે સુરેશ છે. બંને ભાઈઓ કર્ણાટક કોંગ્રેસની જીત પર વિક્ટ્રી સાઈન દેખાડતા જોવા મળી રહ્યા છે.
બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર ડીકે શિવકુમારે કહ્યું કે, હું મારા કાર્યકર્તાઓ અને મારી પાર્ટીના નેતાઓને શ્રેય આપું છું, જેમણે આટલી મહેનત કરી, લોકોએ જૂઠાણાંનો પર્દાફાશ કર્યો. મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતની ખાતરી આપી હતી. હું ભૂલી ન શકુ કે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા. આ સમયે મેં હોદ્દો સંભાળવાને બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું પરંતુ પાર્ટીને મારામાં ખૂબ વિશ્વાસ હતો.
કર્ણાટકમાં કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છે. અત્યારસુધીમાં સુધી રાજ્યની કુલ 224 બેઠકોમાંથી કોંગ્રેસ 135 થી વધુ બેઠકો પર આગળ છે. જ્યારે બીજેપી માત્ર 64 આસપાસ બેઠકો સુધી પહોંચી રહી છે. હવે કોંગ્રેસના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
