Karnataka New CM : સિદ્ધારમૈયાને સીએમ બનાવનારી AHINDA ફોર્મ્યુલા શું છે?
કર્ણાટકમાં આખરે મુખ્યમંત્રીને લઈને સ્થિતી સાફ થઈ રહી છે. બીજેપીને ખરાબ રીતે હરાવ્યા બાદ હવે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરસી સુધી પહોંચાડનારી AHINDA ફોર્મ્યુલા ફરીથી ચર્ચામાં છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આખરે સિદ્ધારમૈયા કર્ણાટકના 30મા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સિદ્ધારમૈયા કર્ણાટકમાં વિશાળ જનસમુદાય ધરાવતા નેતા છે અને AHINDA ફોર્મ્યુલાના નિષ્ણાત તરીકે જાણીતા છે. તેના આધારે જ 2013માં તે કોંગ્રેસને સત્તામાં લાવ્યા હતા.

કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસ પર મુખ્યમંત્રીને લઈને વિવિધ જાતિઓ દ્વારા દબાણ હતું. હવે પાર્ટી હાઈકમાન્ડે આખરે સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે પણ કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત પાછળ AHINDA ફોર્મ્યુલાની સફળતાને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.
કર્ણાટકમાં કોંગ્રેસના પ્રદર્શનને જોતા લાગે છે કે અહિન્દા સમીકરણે આ વખતે પણ સંપૂર્ણપણે કોંગ્રેસની તરફેણમાં કામ કર્યુ છે. બીજેપી વોટ શેર જાળવી રાખવા છતાં ચૂંટણીમાં ખરાબ રીતે હારી છે. કોંગ્રેસે આ વખતે કોસ્ટલ કર્ણાટક અને બોમ્બે કર્ણાટક વિસ્તારોમાં પણ સારો દેખાવ કર્યો છે.
AHINDA વોટ બેંક વિસ્તારમાં પાર્ટીની તરફેણમાં થયેલું મતદાન આ મોટી જીતનું સૌથી મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. છે. કોંગ્રેસ નેતૃત્વએ સિદ્ધારમૈયા પર દાવ લગાવવાનો નિર્ણય એ વિચારીને લીધો છે કે કદાચ તે આ જાતિ અને ધાર્મિક ગઠબંધન આગળ પણ ટકી શકે છે.
AHINDA એ ત્રણ કન્નડ શબ્દોનું સંયોજન છે. અહીં A નો અર્થ લઘુમતી અને સીધા અર્થમાં મુસ્લિમ થાય છે. આગળના ત્રણ અક્ષરો એકસાથે છે - HIN નો અર્થ કન્નડમાં હિન્દુલિદવરુ થાય છે, એટલે કે પછાત જાતિઓ અને છેલ્લા બે અક્ષરો - DA જેનો અર્થ કન્નડમાં દલિતારુ અથવા દલિત વર્ગ થાય છે.
AHINDA દેવરાજ ઉર્સની દેણ છે
AHINDA કર્ણાટકના રાજકારણમાં ખૂબ જ અજમાવાયેલું હથિયાર છે. અહિન્દાનો વિચાર સૌપ્રથમ દેવરાજ ઉર્સે રજૂ કર્યો હતો. તે રાજ્યના સૌપ્રથમ પછાત નેતા હતા. સિદ્ધારમૈયાએ પણ આ ફોર્મ્યુલા અજમાવી અને 2013માં એકલા હાથે બીજેપીને સત્તામાંથી ઉખડી હતી.
સિદ્ધારમૈયા 2005 થી જ અહિન્દા તરફ આકર્ષણ ધરાવે છે. જ્યારે તે પૂર્વ પીએમ એચડી દેવગૌડાના નેજા હેઠળ રાજકીય પહોંચ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે હુબલીમાં યોજાયેલી વિશાળ અહિન્દા રેલીમાં ભાગ લીધો હતો. આનાથી વોક્કાલિગા પ્રભુત્વ ધરાવતી JDSની શક્તિશાળી લોબી એટલી નારાજ થઈ કે તેમને JDSમાંથી હાંકી કાઢ્યા.
આ ઘટના બાદ તે કોંગ્રેસમાં જોડાયા અને 2013 કોંગ્રેસે કર્ણાટકમાં 224માંથી 122 બેઠકો જીતી. આ જીત પાછળ સપુર્ણપણે સિદ્ધારમૈયાને શ્રય મળ્યો. AHINDA ફોર્મ્યુલા અહીં કોંગ્રેસ માટે પહેલીવાર ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ. તે પાંચ વર્ષ મુખ્યમંત્રી રહ્યા. જે છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
