Karnataka Hijab Ban: સુપ્રીમ કોર્ટના બંને જજોએ તેમના અલગ-અલગ મંતવ્યમાં શું કહ્યુ? જાણો અહીં

કર્ણાટકમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ બેન હાલમાં ચાલુ રહેશે. કેસની સુનાવણી કરનાર બંને જજોમાં મતભેદ ઉભરીને સામે આવ્યો છે.

Karnataka Hijab Ban કેસનો ચૂકાદો જસ્ટીસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટીસ હેમંત ગુપ્તાની પીઠે અલગ-અલગ સંભળાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને સીજેઆઈ પાસે મોકલી દીધો જેથી કેસને મોટી પીઠ પાસે મોકલી શકાય અને કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદા સામે અપીલ સાંભળી શકાય. આવો જાણીએ જસ્ટીસ ધૂલિયા અને જસ્ટીસ હેમંત ગુપ્તાના મંતવ્યો કઈ-કઈ બાબતોમાં અલગ પડ્યા.

SC

જસ્ટીસ સુધાંશુ ધૂલિયાએ શું કહ્યુ?

  • જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ કર્ણાટક હિજાબ પ્રતિબંધ કેસની સુનાવણી બાદ પોતાની ટિપ્પણીમાં કહ્યુ કે મે કર્ણાટક સરકારના 5 ફેબ્રુઆરીના આદેશને બાજુ પર રાખ્યો છે. પ્રતિબંધ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • મારા મનમાં સૌથી મોટો પ્રશ્ન છોકરીઓના શિક્ષણનો હતો. તેમણે પૂછ્યુ શું આપણે બાળકીઓનુ જીવન સારુ બનાવી રહ્યા છીએ?
  • જસ્ટિસ સુધાંશુ ધૂલિયા હિજાબ કે કોઈપણ આઉટફિટ એ પસંદગીનો વિષય છે. એનાથી વધુ કે ઓછુ કંઈ નહિ મારા નિર્ણયમાં મુખ્ય ભાર એ છે કે ધાર્મિક પ્રથાનો સંપૂર્ણ ખ્યાલ વિવાદ માટે જરૂરી ન હતો.
  • તેમણે કહ્યુ કે કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદમાં ખોટો રસ્તો અપનાવ્યો. જસ્ટિસ ધુલિયાએ કહ્યુ કે વિસ્તારોમાં છોકરી શાળાએ જતા પહેલા ઘરના કામકાજ કરે છે. તેમણે કહ્યુ, શું આપણે આ કરીને તેમનુ જીવન સારુ બનાવીએ છીએ?
  • જસ્ટિસ ધૂલિયાએ કહ્યુ મે સન્માનપૂર્વક મારો મતભેદ દાખલ કર્યો છે. આ માત્ર કલમ ​​19 અને 25 સંબંધિત બાબત છે.

જસ્ટીસ હેમંત ગુપ્તાએ શું કહ્યુ?

  • હિજાબ વિવાદ પર પોતાના ચૂકાદામાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ પૂછ્યુ કે શું કોઈ વિદ્યાર્થી પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરી શકે છે?
  • શું ઇસ્લામ હેઠળ જરુરી ધાર્મિક અભ્યાસનો એક હિસ્સો શાળાના ડ્રેસ સાથે પહેરવામાં આવી રહ્યો છે? શું સરકારી આદેશ શિક્ષણ સુધી પહોંચવાના હેતુને પૂર્ણ કરે છે?
  • આ પ્રશ્નોના જવાબમાં જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે, મારા મતે જવાબ અપીલકર્તાની વિરુદ્ધ છે. હું અપીલ ફગાવી દઉ છુ. પીઠમાં મતભેદ છે. મે મારા આદેશમાં 11 પ્રશ્નો તૈયાર કર્યા છે. પહેલો એ છે કે શું અપીલને બંધારણીય બેંચ પાસે મોકલવી જોઈએ?
  • શું કોલેજ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના ડ્રેસ અંગે નિર્ણય લઈ શકે છે? શું હિજાબ પહેરવો અને તેના પર પ્રતિબંધ મૂકવો એ કલમ 25નુ ઉલ્લંઘન છે?
  • શું કલમ 19 અને કલમ 25 હેઠળના અધિકારો પરસ્પર અનન્ય છે? શું સરકારી આદેશ મૂળભૂત અધિકારનુ ઉલ્લંઘન કરે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X