કર્ણાટકનું નાટકઃ ફ્લોર ટેસ્ટ થતાં પહેલા કાલે શું થશે
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંગ્રામ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પરિણામો બાદ જે રીતે કર્ણાટકના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ અને કર્ણાટકના સીએમ પદના શપથ લેવડાવ્યા.
કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંગ્રામ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણી પરિણામો બાદ જે રીતે કર્ણાટકના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ અને ગુરુવારે બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના સીએમ પદના શપથ લેવડાવ્યા, આના માટે કોંગ્રેસ પક્ષ સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો. શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં કર્ણાટકના રાજકીય ઘટનાક્રમ પર સુનાવણી થઈ. જેમાં સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો કે કર્ણાટકમાં શનિવારે એટલે કે કાલે જ સાંજે 4 વાગે ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયુ કે કર્ણાટકમાં ભાજપની યેદિયુરપ્પા સરકારને શનિવારે જ પોતાનો બહુમત સાબિત કરવાનો રહેશે. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મોટો સવાલ એ છે કે છેવટે કર્ણાટકમાં શનિવારે થનારા ફ્લોર ટેસ્ટ પહેલા શું-શું થશે.

1-સૌથી પહેલા રાજ્યપાલ વિધાનસભાની બેઠક લેશે
સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપના જણાવ્યા મુજબ કર્ણાટકના હાલના રાજકીય માહોલમાં રાજ્યપાલ વિધાનસભાની બેઠક લેશે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો શામેલ થશે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ, જેડીએસ સહિત બધા નવા ધારાસભ્યો ભાગ લેશે. ત્યારબાદ પંરપરા મુજબ સૌથી સીનિયર મોસ્ટ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર નોમિનેટ કરવામાં આવશે.

2-રાજ્યપાલ તરફથી પ્રોટેમ સ્પીકરનું નામ નક્કી થશે
સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપે જણાવ્યું કે રાજ્યપાલ તરફથી જ પ્રોટેમ સ્પીકરનું નામ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે પરંપરા છે કે સૌથી વરિષ્ઠ ધારાસભ્યને જ પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર જ વિધાનસભાની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. જો કે પ્રોટેમ સ્પીકર પાસે વિધાનસભા અધ્યક્ષ જેટલી શક્તિઓ નથી હોતી.

3-પ્રોટેમ સ્પીકર જ નવા ધારાસભ્યને શપથ લેવડાવશે
પ્રોટેમ સ્પીકર જ નવા ધારાસભ્યોને શપથ લેવડાવશે. ત્યારબાદ તે વિધાનસભાના સભ્ય માનવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રોટેમ સ્પીકર પાસે બે અધિકાર હોય છે. પહેલો અધિકાર નવી વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યોને શપથ લેવડાવવા અને બીજો અધિકાર રેગ્યુલર સ્પીકર એટલે કે વિધાનસભાના સ્થાયી અધ્યક્ષની ચૂંટણી કરાવવી.

4- યેદિયુરપ્પાનો બહુમત હોવાના દાવાનો પ્રસ્તાવ
સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપે જણાવ્યુ કે ત્યારબાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પા બહુમત હોવાના દાવાનો પ્રસ્તાવ લાવશે.

5- કાયદાકીય રીતે ફ્લોર ટેસ્ટ
સુપ્રિમ કોર્ટેના નિર્દેશાનુસાર પ્રોટેમ સ્પીકર જ કાયદાકીય રીતે ફ્લોર ટેસ્ટ કરાવશે અને પરિણામ ઘોષિત કરશે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જો પ્રોટેમ સ્પીકર કરાવે તો તેમાં સંવિધાનિક રીતે કંઈ ખોટુ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
