Karnataka Election: ચૂંટણીમાં મહિલાઓ નિભાવશે મહત્વની ભૂમિકા, પક્ષોએ કરી લોભામણી ઘોષણાઓ

Karnataka Election: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખનુ એલાન થઈ ચૂક્યુ છે. 10 મેના રોજ ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. કર્ણાટકમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે લિંગ ગુણોત્તરનુ અંતર ઘટી રહ્યુ છે. જેના પરિણામે 2023ની ચૂંટણીમાં કયો પક્ષ સરકાર બનાવશે તેમાં રાજ્યની મહિલા મતદારો મહત્વની ભૂમિકા ભજવશે. રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યા વધી ચૂકી છે. માટે આ ચૂંટણીમાં રાજકીય પક્ષો મહિલા મતદારોને લોભાવવા માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. આવો જાણીએ મહિલા મતદારો માટે કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ કયા પ્રલોભનો આપી રહ્યા છે.
કર્ણાટકમાં મહિલા મતદાતાઓની સંખ્યા
વર્ષ 2013 અને 2023 વચ્ચે રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 13 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી અંતિમ મતદાર યાદી 2022 મુજબ, કર્ણાટકના 33માંથી ઓછામાં ઓછા 15 મતદારક્ષેત્રોમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. મતદાર યાદી અનુસાર, ત્યારથી મતદારોની સંખ્યામાં 3.27 લાખનો વધારો થયો છે. 2021 કર્ણાટકમાં 5.25 કરોડ મતદારો છે, જેમાંથી 2.60 કરોડ મહિલાઓ છે અને 4,715 અન્ય કેટેગરીમાં છે.
આ વિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા વધુ
કોપ્પલ, ઉડુપી, ઉત્તર કન્નડ, શિવમોગ્ગા, મૈસુર, કોડાગુ, દક્ષિણ કન્નડ, બેલગવી, વિજયપુરા, બાગલકોટ અને કલાબુર્ગી સહિત 17 મંડળોમાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષો કરતાં વધુ છે.
કોંગ્રેસના પ્રલોભન
મહિલા મતદારોની મોટી સંખ્યાને જોતા પક્ષોએ મહિલા મતદારોને રીઝવવાનુ મહત્વ માન્યુ છે. કર્ણાટકમાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે 16 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ઘરની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયાનુ ભથ્થુ આપવામાં આવશે. ગૃહલક્ષ્મી તરીકે ઓળખાતી આ યોજનાની જાહેરાત પ્રિયંકા ગાંધીએ બેંગલુરુમાં એક રેલી દરમિયાન કરી હતી. જો કે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા મતદારોને રીઝવવા માટે પ્રેશર કુકર, ડિનર સેટ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરીને તેમને આકર્ષ્યા છે. જોકે અત્યારે કોંગ્રેસ મહિલાઓને આકર્ષવા માટે તેના ચૂંટણી ઢંઢેરામાં વધુ જાહેરાતો કરી શકે છે.
ભાજપના વચન
કોંગ્રેસને કાઉન્ટર કરીને, ભાજપે ગૃહિણી શક્તિ યોજનાની જાહેરાત કરતી પહેલા પાનાંની જાહેરાત કરી, જેના દ્વારા ઓછી આવક ધરાવતા પરિવારોની ગૃહિણીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કોવિડ-19 અને પૂર જેવી આપત્તિઓથી પ્રભાવિત થયા છે. બોમ્માઈ સરકારની જાહેરાતમાં શ્રીતિ સામર્થ્ય યોજનાની પણ સૂચિ છે જે મહિલા ઉદ્યમીઓ માટે છે. સરકારે અમૃત સ્વ-સહાય માઈક્રો એન્ટરપ્રાઈઝ સ્કીમને પણ સૂચિબદ્ધ કરી છે, જે હેઠળ કર્ણાટકમાં 7,500 સ્વ-સહાય જૂથોને રૂ.1 લાખ આપવામાં આવ્યા છે.
કર્ણાટકની રાજનીતિનો ઈતિહાસ એવો છે કે 49 ટકા મહિલાઓને ક્યારેય ચૂંટણીના મુખ્ય ઘટક તરીકે જોવામાં આવી નથી પરંતુ પક્ષો અને તેમના ઉમેદવારોએ માત્ર પ્રેશર કુકર, વાસણો, સાડીઓ સહિતની ભેટો આપીને તેમની વોટબેંકને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે. જો કર્ણાટકની સરખામણી ઉત્તર ભારત સાથે કરવામાં આવે તો અહીં મહિલા ધારાસભ્યોની સંખ્યા સિંગલ છે, જ્યારે હિન્દી ભાષી રાજ્યોમાં 10 ટકાથી વધુ મહિલા ધારાસભ્યો જનતાનું પ્રતિનિધિત્વ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
