Karnataka Election : અમૂલ-નંદિની વિવાદ વચ્ચે નંદિની પાર્લર પર પહોંચ્યા રાહુલ ગાંધી, જુઓ વીડિયો
કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઈલેક્શનમાં મોટો મુદ્દો બની રહ્યો છે. એક તરફ સત્તાધારી બીજેપી અમૂલને કર્ણાટકમાં લાવવા માટે પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ તમામ વિપક્ષી પાર્ટીઓ તેને રાજ્યના ખેડૂતો વિરૂદ્ધનો મુદ્દો ગણાવી રહી છે. આ વિવાદ વચ્ચે રાહુલ ગાંધી નંદિની પાર્લર પર પહોંચ્યા હતા અને સત્તાધારી બીજેપી પર પ્રહારો કર્યા હતા.
અહીં રાહુલ ગાંધીએ પ્રહારો કરતા કહ્યું કે, બીજેપી પુરા દેશમાં ભ્રષ્ટાચારનું પ્રતિક છે. વડાપ્રધાન ગમે તે કહે, કર્ણાટકના લોકો આ 40 ટકા સરકારને પાઠ ભણાવવા માંગે છે.

રાહુલ ગાંધી બેંગલોરમાં ઈન્દિરા ગાંધી ભવનનના ઉદઘાટન માટે પહોંચ્યા હતા અને અહીં પણ તેમને બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે અમારામાંથી ઘણા લોકોએ વાત જાણે છે કે, નફરત, હિંસા, સંસ્થાઓ પર હુમલાના કેસમાં બીજેપી શું કરી રહી છે.
#KarnatakaAssemblyElections | Amid row over the entry of Amul in the state, Congress leader Rahul Gandhi, state party chief DK Shivakumar and general secretary KC Venugopal visited Nandani Milk parlour in JP Nagar, Bengaluru. pic.twitter.com/JzfJrTP5uf
— ANI (@ANI) April 16, 2023
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ એવી વસ્તુઓ છે જે તમામને દેખાય છે. આપણા દેશની પ્રકૃતિ પર હુમલો થઈ રહ્યો છે. અહીં વધુ એક વખત રાહુલ ગાંધીએ સંઘ અને સાવરકરને નિશાને લીધા હતા.
#KarnatakaElections2023 | "BJP in Karnataka is a symbol of corruption in the whole country no matter what PM says or does...people of Karnataka are keen to teach a lesson to the 40% Sarkar": Congress leader Rahul Gandhi pic.twitter.com/fvKicKT4No
— ANI (@ANI) April 16, 2023
રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપીએ 40% કમિશન ખાધું. કામ કરાવવા માટે ભાજપ સરકારે કર્ણાટકના લોકો, મહિલાઓ અને યુવાનોના પૈસાની ચોરી કરી. તેણે ગમે તે કર્યું, 40% કમિશન લીધું.
मुझे लगता है कि हममें से ज्यादातर लोग इस बात से वाकिफ हैं कि नफरत, हिंसा, संस्थानों पर हमले के मामले में भाजपा देश के लिए क्या कर रही है। ये ऐसी चीजें हैं जो हर किसी को दिखाई देती हैं। हमारे देश की प्रकृति पर हमला हो रहा है: इंदिरा गांधी भवन' के उद्घाटन कार्यक्रम में कांग्रेस… pic.twitter.com/84po1ZbSyX
— ANI_HindiNews (@AHindinews) April 16, 2023
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આપણા દેશની આત્મા પર હુમલો થઈ રહ્યો છે. આરએસએસ અને બીજેપીથી ભારતના વિચારની રક્ષા કરવી એ આપણી ફરજ છે. કોંગ્રેસની તરફેણમાં ખૂબ જ મજબૂત અંડરકરંટ છે તે જોઈને આનંદ થયો. કોંગ્રેસના નેતાઓ હેતુ અને કાર્યમાં એકજૂથ છે.
The essence of our country is under attack. It's our duty to defend the idea of India from the RSS & BJP.
— Congress (@INCIndia) April 16, 2023
Happy to see that there is a very strong undercurrent in favour of Congress. There is unity among our leaders—unity of purpose & action.
: @RahulGandhi ji pic.twitter.com/zPQ1cVDkHa
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં કોંગ્રેસ મજબુત જોવા મળી રહી છે અને સર્વે અનુસાર કોંગ્રેસને બીજેપી કરતા વધુ સીટો મળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
