karnataka election : આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી, EVMમા કેદ થશે 2600 ઉમેદવારોનુ ભાવિ
karnataka election : કર્ણાટક રાજ્યની 224 સભ્યો ધરાવતી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલિંગ બૂથ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે તમામ મોટી પાર્ટીના દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગેલી છે.

કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ આ વખતે ફરી મેદાનમાં છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર, જેડીએસ ચીફ એચડી કુમારસ્વામી જેવા અન્ય ઘણા દિગ્ગજો મેદાનમાં છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી, કાર્યકરો અને નેતાઓએ જે રીતે પ્રચાર કર્યો છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. હું કર્ણાટકના લોકોને કર્ણાટકના વિકાસ માટે મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું.
जिस प्रकार से हमारी पार्टी, कार्यकर्ताओं और नेताओं ने कैंपेन की है उससे मैं बहुत खुश हूं। मैं कर्नाटक के लोगों से अपील करता हूं कि बढ़ चढ़कर कर्नाटक के विकास के लिए वोट करें: कर्नाटक CM बसवराज बोम्मई #KarnatakaAssemblyElection2023 pic.twitter.com/t6HvwZggjg
— ANI_HindiNews (@AHindinews) May 10, 2023
એક ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના લોકોને ખાસ કરીને યુવાઓ અને પહેલીવાર મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, કર્ણાટકના લોકોને, ખાસ કરીને યુવા અને પહેલીવાર મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને સમૃદ્ધ બનાવવા વિનંતી કરું છું.
Urging the people of Karnataka, particularly young and first time voters to vote in large numbers and enrich the festival of democracy.
— Narendra Modi (@narendramodi) May 10, 2023
આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્ણાટકના લોકોને રાજ્યમાં સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, મતદાનના દિવસે, હું કર્ણાટકની બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે, તેઓ રાજ્યમાં સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરે. તમારો એક વોટ એક પ્રજાલક્ષી અને પ્રગતિ તરફી સરકાર સુનિશ્ચિત કરી શકે છે જે રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
On voting day, I urge our sisters and brothers of Karnataka to come out in large numbers to vote for good governance, development and prosperity in the state. Your one vote can ensure a pro-people and pro-progress govt that will continue to take the state to newer heights.
— Amit Shah (@AmitShah) May 10, 2023












Click it and Unblock the Notifications
