Karnataka Election: ભાજપ સરકારને બદલવા માંગે છે લોકો, ખડગેએ આટલી સીટો પર જીતનો કર્યા દાવો
Karnataka Election: કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે 10 મે બુધવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્ણ બહુમતી સાથે જીતનો દાવો કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે કર્ણાટકના લોકો હવે સરકાર બદલવા માંગે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કલબુર્ગીમાં બોલતા કહ્યું, 'લોકો આ (ભાજપ) સરકાર બદલવા માંગે છે. તેઓ એવી સરકાર ઈચ્છે છે જે ભ્રષ્ટાચાર દૂર કરે અને વિકાસ લાવે, તેથી લોકો ઈચ્છે છે કે કોંગ્રેસ પાર્ટી આવે.

Karnataka Election: રાજા બનવા જઈ રહી છે અમારી પાર્ટી..., એચડી કુમારસ્વામીના નિવેદનથી થયો હોબાળો
આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી કર્ણાટક ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે 130-135 બેઠકો જીતશે. જ્યારે, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ વરુણામાં મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કર્ણાટકના લોકોના વલણને જોતા લાગે છે કે કોંગ્રેસ 130-150 સીટો જીતશે. ભાજપ સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટારે હુબલી-ધારવાડના મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.
તેમણે કહ્યું, "લોકોમાં ભાજપ સામે ગુસ્સો છે. મે હંમેશા આ વિસ્તારના લોકો માટે કામ કર્યું છે. મે ઘણી વખત કહ્યુ છે કે જો કોઈ સંગઠન બંધારણની વિરુદ્ધ હોય તો કેન્દ્ર સરકાર તેના પર પ્રતિબંધ લગાવી શકે છે, આ શક્તિ રાજ્ય સરકાર પાસે નથી."
આ પહેલા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને કનકાપુરાથી પાર્ટીના ઉમેદવાર ડીકે શિવકુમારે કહ્યું હતું કે, 'ગઈ વખતે મોદીજીએ તમામ મતદાતાઓને કહ્યું હતું કે વોટ આપતા પહેલા તમે ગેસ સિલિન્ડર જુઓ, નમસ્કાર કરો અને પછી જાઓ.'
તેમણે કહ્યું કે આ વખતે હું પણ કહીશ કે આપણા વડાપ્રધાનની વિનંતી અને સલાહ મુજબ ગેસ સિલિન્ડરની કિંમત જોઈને જ મત આપો. આ દરમિયાન બોલતા ડીકે શિવકુમારે કહ્યું કે મેં મારા તમામ નેતાઓને બૂથની બહાર ગેસ સિલિન્ડર રાખવાની સલાહ આપી છે. આ દરમિયાન બોલતા તેમણે કહ્યું કે મને 200% ખાતરી છે કે કોંગ્રેસ પાર્ટીને 141 બેઠકો મળશે. અમે પૂર્ણ બહુમતીથી જીતીશું.












Click it and Unblock the Notifications
