Karnataka Election : મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના મુખ્યમંત્રી બની શકે? જાણો શું કહ્યું ડીકે શિવકુમારે?

કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કમર કસી છે. જો કે એવા પણ અહેવાલો છે કે પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ પુર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તો બીજી તરફ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનવા માંગે છે. આ ખેંચતાણ વચ્ચે હવે ડીકે શિવકુમારનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.

mallikarjun kharge

મુખ્યમંત્રી મુદ્દે વાત કરતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, જો પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિધાનસભા ચૂંટણી પછી કર્ણાટકના મુખ્યમંત્રી બનાવશે તો તેઓ તેમની નીચે કામ કરવા તૈયાર છે. જો કે ખડગેની વર્તમાન જવાબદારીઓને જોતા આ સંભાવનાઓ ખુબ જ ઓછી છે.

મુખ્યમંત્રી તરીકે ખડગેની કર્ણાટકના રાજનીતિમાં પાછા ફરવાની સંભાવના અંગેના પ્રશ્નના જવાબમાં ડીકે શિવકુમારે કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગે મારા નેતા છે. તેઓ અમારા પ્રમુખ છે. મારાથી 20 વર્ષ વરિષ્ઠ છે. અમારે તેમની વરિષ્ઠતા અને બલિદાનનું સન્માન કરવુ જોઈએ. જો તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી બને તો હું તેમની સાથે કામ કરવા તૈયાર છું.

તેમણે કહ્યું કે, તેઓ આપણા રાજ્ય અને દેશ માટે સંપત્તિ સમાન છે. પાર્ટી જે પણ નિર્ણય લેશે હું તેનું પાલન કરીશ. તેમણે કહ્યું કે જો તેમને સીએમ બનાવવામાં આવશે તો હું ખુશીથી કામ કરીશ.

અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણીની જાહેરાત બાદ ખડગેએ સંકેત આપ્યા હતા કે કોંગ્રેસ મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત નહીં કરે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેનો નિર્ણય ચૂંટણી પછી લેવાશે. ચૂંટણી બાદ ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાયના આધારે હાઈકમાન્ડ રાજકીય વ્યૂહરચનાના આધારે નક્કી કરશે કે કોને મુખ્યમંત્રી બનવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X