Karnataka Election : ઉમેદવારો પસંદ કરવા બીજેપીની માઈક્રો રણનીતિ, જાણો કેવી રીતે કરાશે પસંદગી?
કર્ણાટક લોકસભા ચૂંટણીમાં બીજેપીને કોંગ્રેસ તરફથી કાંટાની ટક્કર મળી રહી છે. બીજી તરફ બીજેપી સામે સત્તા બચાવવાનું દબાણ પણ છે ત્યારે હવે પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે માઈક્રો રણનીતિ અપનાવી છે. ચૂંટણી પ્રચારથી લઈને ઉમેદવારોની પસંદગી સુધી બીજેપી કોઈપણ સ્તરે જોખમ લેવા માંગતી નથી. હાલ બીજેપી વિચારીને પગલા ભરી રહી છે અને સૌથી વધુ લાયક એટલે કે જીતી શકાય તેવા ઉમેદવારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે સત્તામાં હોવા છત્તા પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી.

કર્ણાટકમાં બીજેપીએ ચૂંટણી જીતવા વિજેતા ઉમેદવારોને ઓળખવા અને ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવા રાજ્યભરમાં મિની ચૂંટણી શરૂ કરી છે. આ યાદી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મૂકવામાં આવશે. આ અંગે 8 એપ્રિલે યોજાનારી બેઠકમાં નિર્ણય લેવાશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા ઉમેદવારોને જ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.
સૂત્રો અનુસાર, જો કોઈને ટિકિટ ન મળે તો અસંતુષ્ટ નેતાઓને પક્ષ બદલવાની તક નહીં મળે. બીજેપી નામ જાહેર કરશે ત્યાં સુધીમાં અન્ય વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારો જાહેર થઈ ગયા હશે. ભાજપ હાલ થોભો અને રાહ જુઓ રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ના ઉમેદવારોની યાદી પર નજર રાખી રહ્યું છે.
હાલ મતદારોના વલણને તોડવાનો પ્રયાસ કરી રહેલી બીજેપી માટે કર્ણાટક ચૂંટણી મહત્વપૂર્ણ છે. સૂત્રો અનુસાર, બીજેપીએ ઉમેદવારોના નામ માટે માઇક્રો પોલિંગ શરૂ કર્યુ છે. જેમાં દરેક મતવિસ્તારમાં આંતરિક સર્વે અને ચૂંટણીનો સમાવેશ થાય છે. આવું જ મોડલ છેલ્લે હિમાચલ પ્રદેશમાં ઉપયોગમાં લેવાયું હતું.
સૂત્રો અનુસાર, ઉમેદવારોની ઈમેજ, જીતની ક્ષમતા અને તેમની સ્વચ્છ છાપને આધારે નિર્ણય કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં વર્તમાન સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો છે ત્યારે બીજેપી સાફ છબી ધરાવતા ઉમેદવારોને જ તક આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
