Karnataka Election : વધુ એક ઓપિનિયન પોલમાં બીજેપીને ઝટકો, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ મળી શકે?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હાલ છેલ્લા સમયનો પ્રચાર ચાલી રહ્યો છે. સોમવારે પ્રચાર પર રોક લાગશે અને બુધવારે ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા વધુ એક ઓપિનિયન પોલમાં બીજેપીને ઝટકો લાગ્યો છે.
કર્ણાટકમાં 10 મેંના રોજ મતદાન થવા જઈ રહ્યું છે અને 13 મેંના રોજ પરિણામ જાહેર થશે. હાલ રાજ્યમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. આ મુકાબલમાં કોંગ્રેસ બીજેપીને ટક્કર આપતી જોવા મળી રહી છે.

હવે હાલમાં જ સામે આવેલા એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલમાં બીજેપી માટે ટેન્શન વધારતા સમાચાર આવ્યા છે. કર્ણાટકના છ પ્રદેશોમાં કરાયેલા આ ઓપિનિયન પોલમાં બીજેપીને બે પ્રદેશોમાં મોટુ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોમાં કોંગ્રેસને બહુમતિ મળ શકે છે.
આ બે વિસ્તારોમાં બેંગ્લોરની 32 સીટો પણ આવે છે. સર્વે અનુસાર, ગ્રેટર રિઝનમાં 37 ટકા લોકો બીજેપી અને 41 ટકા લોકો કોંગ્રેસને સમર્થન આપતા જોવા મળ્યા છે. અહીં માત્ર 15 ટકા લોકોએ જેડીએસને વોટ આપવાની વાત કરી છે. અહીં કોંગ્રેસ બીજેપીને પાછળ છોડી રહી છે.
પાર્ટીને મળી રહેલી સીટોની વાત કરીએ તો, ગ્રેટર બેંગ્લોર રિજનમાં બીજેપીને 12-16 સીટો મળી શકે છે અને કોંગ્રેસને 14-18 સીટો મળવાની સંભાવના છે. જૂના મૈસૂરમાં પણ બીજેપી માટે સ્થિતી સારી નથી.
જૂના મૈસૂર વિસ્તારના આંકડા બીજેપી માટે ચિંતાજનક છે. અહીં બીજેપીને માત્ર 4 થી 8 બેઠકો મળી શકે છે તો કોંગ્રેસને 24-28 બેઠકો મળવાની સંભાવના છે. બીજી તરફ અહીં જેડીએસને 19-23 બેઠકો મળવાની સંભાવના છે.
ઓપિનિયન પોલ અનુસાર, બીજેપી માટે સત્તા બચાવવી લગભગ સંભવ નથી. બીજી તરફ કોંગ્રેસ 110 થી 122 બેઠકો પર જીત મેળવીને સરકાર બનાવી શકે છે. બીજેપી રાજ્યમાં 75 થી 88 સીટો સાથે મુખ્ય વિપક્ષી પાર્ટી બની શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
