Karnataka CM : મુખ્યમંત્રીના સસ્પેન્સ વચ્ચે શપથગ્રહણ સમારોહની તારીખ જાહેર, આ તારીખે નવા મુખ્યમંત્રી શપથ લેશે
કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપીને સત્તામાંથી ઉખાડીને ઈતિહાસ રચી દીધો છે. હવે કોંગ્રેસે સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. જો કે મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા જ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહની તારીખ સામે આવી ગઈ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ કોંગ્રેસ હવે મુખ્યમંત્રી અને ધારાસભ્ય દળની બેઠકમાં વ્યસ્ત છે. હજુ સુધી સીએમના નામની જાહેરાત કરાઈ નથી પરંતુ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહની તારીખ સામે આવી ગઈ છે.

સુત્રોના માધ્યમથી મળી રહેલા સમાચારો અનુસાર, મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ વચ્ચે કર્ણાટકને ગુરુવારે નવા મુખ્યમંત્રી શપથ લેશે. એનડીટીવીના અહેવાલ મુજબ, કર્ણાટકના નવા મુખ્યમંત્રી અને કેબિનેટમંત્રીઓ ગુરુવાર અને 18 મેના રોજ શપથ લેશે.
અહેવાલો અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે. આ સિવાય કોંગ્રેસે તમામ સમાન વિચારધારા વાળા પક્ષોને પણ આમંત્રણ મોકલ્યા છે.
તારીખો તો સામે આવી ગઈ પણ મુખ્યમંત્રી કોણ બનશે તે માટે બેંગલુરુની શાંગરી-લા હોટલમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર પહોંચ્યા છે.
હાલ કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓના ઘરે સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમર્થકો પોતાના નેતાને સીએમ બનાવવા માંગ કરી રહ્યા છે. હવે આ બેઠક બાદ કર્ણાટકમાં સરકારનું સાચુ ચિત્ર સામે આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
