Karnataka CM : કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક પુરી, મલ્લિકાર્જુન ખડગે નવા મુખ્યમંત્રીનો નિર્ણય કરશે
કોંગ્રેસે બીજેપીને હરાવીને કર્ણાટકમાં સરકાર બનાવવા માટે તૈયારી શરૂ કરી છે. આ ક્રમમાં આજે જીતેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં એક લાઈનનો ઠરાવ પસાર કરીને નવા મુખ્યમંત્રીની પસંદગી મલ્લિકાર્જુન ખડગે પર છોડાયો છે.
રવિવારે સાંજે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ હતી, જેમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર, કોંગ્રેસના સાંસદ અને નેતા કેસી વેણુગોપાલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ બેઠકમાં હાજર હતા.

આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો અને ઠરાવ જારી કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સર્વસંમતિથી ઠરાવ કર્યો કે AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નવા નેતાની નિમણૂક કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
આ પહેલા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકો હોટેલની બહાર તેમના નેતાઓની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ હોટલમાં જ ધારાસભ્યોની બેઠક યોજાઈ રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
