કુમારસ્વામીના 100 કરોડના આરોપ પર ભાજપે આપ્યો જવાબ
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બનાવવાની કોશિશમાં છે તો ભાજપ પણ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો કરતી દેખાઈ રહી છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બનાવવાની કોશિશમાં છે તો ભાજપ પણ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો કરતી દેખાઈ રહી છે. આ દરમિયાન જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. એચડી કુમારસ્વામીએ દાવો કર્યો કે તેમના પક્ષના પ્રત્યેક ધારાસભ્યને ભાજપ તરફથી 100 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે.

વળી, આ આરોપો પર ભાજપે પણ પલટવાર કર્યો છે અને કહ્યુ છે કે આ પ્રકારના આરોપ પાયાવિહોણા છે. કર્ણાટક ભાજપના પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે કોઈ પ્રકારની ખરીદ-વેચાણ નથી થઈ રહી. કોંગ્રેસ આ પ્રકારની રાજનીતિ કરતી આવી છે. તેમના પોતાના ધારાસભ્યો આ ગઠબંધનથી ખુશ નથી. પ્રકાશ જાવડેકરે કહ્યુ કે 100 કરોડ કોઈ મામૂલી રકમ નથી હોતી. તેમણે કહ્યુ કે જેડીએસ અને કોંગ્રેસ આ પ્રકારની રાજનીતિ કરે છે. તેમણે સરકાર બનાવવાના દાવા અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યુ કે ભાજપ નિયમો પ્રમાણે રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવા માટે આશ્વસ્ત છે.
આ પહેલા એચડી કુમારસ્વામીએ વિધાયક દળના નેતા ચૂંટાયા બાદ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જેડીએસના પ્રત્યેક ધારાસભ્યને 100 કરોડ રૂપિયાની ઓફર ભાજપ તરફથી આપવામાં આવી છે. તેમણે સવાલ કર્યા કે આ કાળુ નાણુ ક્યાંથી આવી રહ્યુ છે? કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપ ગરીબોની મદદ કરવાનો દાવો કરે છે અને તે આજે ધારાસભ્યોને પૈસા આપી રહ્યુ છે. આવકવેરા અધિકારીઓ ક્યાં છે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
