ભાજપની વધુ એક માંગ સુપ્રિમે ફગાવી, ગુપ્ત મતદાન નહિ થાય

કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવવાની મથામણ સુપ્રિમ કોર્ટ પહોંચી ગઈ છે. ઉચ્ચતમ ન્યાયાલયે ભાજપને કાલે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવવાની મથામણ સુપ્રિમ કોર્ટ પહોંચી ગઈ છે. ઉચ્ચતમ ન્યાયાલયે ભાજપને કાલે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. ભાજપના વકીલે બહુમત સાબિત કરવા માટે વધુ સમય અને ગુપ્ત મતદાનની માંગ કરી હતી જેને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને કાલે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરવો પડશે અને આ મતદાન ગુપ્ત રીતે નહિ કરવામાં આવે.

yediyurappa

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરેલા ભાજપનું કરહેવુ છે કે તેમની પાસે પૂર્ણ બહુમત છે. ગુરુવારે પક્ષના મુખ્યમંત્રીના દાવેદાર બીએસ યેદિયુરપ્પા સીએમ પદની શપથ પણ લઈ ચૂક્યા છે. વળી, શુક્રવારે સુપ્રિમ કોર્ટે કર્ણાટક પર ચૂકાદો આપતા ભાજપને નિર્દેશ આપ્યા છે કે તેને શનિવારે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરવો પડશે.

કોર્ટમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વકીલોમાં ખૂબ દલીલો થઈ. ભાજપના વકીલ મુકુલ રોહતગીએ બહુમત સાબિત કરવા માટે વધુ સમય માંગ્યો હતો. વળી, ભાજપ તરફથી એ પણ માંગ કરવામાં આવી હતી કે સદનમાં ગુપ્ત મતદાન થાય પરંતુ બંને માંગ ફગાવી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં ભાજપના વકીલ મુકુલ રોહતગીએ માંગ કરી હતી કે બહુમત સાબિત કરવા માટે જે મતદાન થશે તેને ગુપ્ત રાખવામાં આવે પરંતુ કોર્ટે આનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યુ છે કે બહુમત ગુપ્ત નહિ ખુલ્લા મતદાનથી સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X