કરકરડૂમા મેટ્રો સ્ટેશનમાં ગોળીબાર કરનારે આપઘાત કરી

આરોપીના મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ મુરાદનગર દોડી ગયા છે. આરોપીનું નામ પવન કુમાર છે. એણે મંગળવારે બપોરે કડકડડૂમા સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે એક એસ્કેલેટર પર તેની પત્ની દિપ્તી અને સસરા બિશન દાસ પર ગોળીબાર કર્યો હતો. એમાં દિપ્તીનું મરણ થયું છે જ્યારે બિશન દાસ આઈસીયૂમાં છે અને એમની હાલત ગંભીર છે. પવન કુમાર ગોળીબાર કર્યા બાદ તેની પિસ્તોલ ઘટનાસ્થળે છોડીને ભાગી ગયો હતો. પોલીસને પાંચ ખાલી કારતૂસ મળી આવ્યા હતા.
એ પિસ્તોલ પવનના પિતાની છે. એ દિલ્હી સરકારના નિવૃત્ત કર્મચારી છે. એમણે કહ્યું છે કે એમણે પોલીસને મંગળવારે સવારે ફોન કરીને જાણ કરી હતી કે એમની પિસ્તોલ ગૂમ થઈ છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ગોળીબારના બનાવ પાછળ વૈવાહિક જીવનનો વિવાદ છે. પતિ-પત્ની વચ્ચે પ્રોપર્ટીને લગતા એક વિવાદમાં કોર્ટ સુનાવણી પૂરી થયા બાદ પવન કોર્ટમાંથી તેની પત્ની અને સસરાનો પીછો કરતો ગયો હતો. બંનેનાં લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા. દિપ્તીએ પવન વિરુદ્ધ અગાઉ મારપીટની ફરિયાદ પણ નોંધાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
