Kargil Earthquake : કારગીલમાં 4.3ની તીવ્રતાના ભૂકંપ આંચકા અનુભવાયા
Kargil Earthquake : દેશના અલગ અલગ ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે વાર ધરતીકંપના આંચકા નોંધાયા હતા. આ વચ્ચે હવે મંગળવારના રોજ કારગીલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Kargil Earthquake : દેશના અલગ અલગ ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે વાર ધરતીકંપના આંચકા નોંધાયા હતા. આ વચ્ચે હવે મંગળવારના રોજ કારગીલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની રિક્ટેલ સ્કેલ પર 4.3 તીવ્રતા નોંધાઇ હતી.

ભૂકંપનું કેન્દ્ર કારગીલથી 191 કિમી ઉત્તરમાં હતું
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લદ્દાખના કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર કારગીલથી 191 કિમી ઉત્તરમાં હતું, જ્યાં મંગળવારની સવારે 10:05 કલાકે ભૂકંપ આવ્યો હતો.

લોકોમાં ડરનો માહોલ
હાલમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, દેશના ઘણા ભાગોમાં વારંવાર ભૂકંપનાઆંચકાએ લોકોને ડરાવી દીધા છે. આ અગાઉ દિલ્હીમાં સતત બે-ત્રણ દિવસ સુધી આવેલા ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળીરહ્યો છે.

સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી
કારગિલ લદ્દાખથી આગળ મંગળવારની સવારે સોલોમન ટાપુઓમાં મલંગોના દક્ષિણ-પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 7.3 ની તીવ્રતા ધરાવતોભૂકંપ અનુભવાયો હતો.
આ સાથે જ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે અને દરિયા કિનારે રહેતા લોકોને સલામત સ્થળે જવામાટે જણાવવામાં આવ્યું છે.

ઈન્ડોનેશિયામાં ભૂકંપે મચાવી તબાહી
કારગીલ ભૂકંપના એક દિવસ પહેલા, ઇન્ડોનેશિયામાં ભૂકંપએ તબાહી મચાવી હતી. સોમવારના રોજ ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે 162લોકોના મોત થયા હતા, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઈન્ડોનેશિયામાં સોમવારના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 5.4માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર ભૂકંપનું કેન્દ્ર સિયાનજુર શહેરની નજીક હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
