ગ્લોબલ હંગર રેંકિંગમાં ભારતના ખરાબ પર્ફોર્મન્સ પર કપિલ સિબ્બલે કર્યો કટાક્ષ, કહ્યુ - 'અભિનંદન, મોદીજી'
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની રેકિંગ ગયા વર્ષના મુકાબલે વધુ નીચે આવી ગયા બાદ વિપક્ષે ફરીથી એક વાર મોદી સરકારને ઘેરી છે.
નવી દિલ્લીઃ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની રેકિંગ ગયા વર્ષના મુકાબલે વધુ નીચે આવી ગયા બાદ વિપક્ષે ફરીથી એક વાર મોદી સરકારને ઘેરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારત 94માં સ્થાને હતુ જ્યારે આ વર્ષે રેંકિંગમાં નીચે આવી જતા દેશને 101મુ સ્થાન આપવામાં આવ્યુ છે. વળી, પોતાના નાગરિકોનુ પેટ ભરવા મામલે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળનુ પ્રદર્શન આપણા કરતા સારુ છે. આને લઈને હવે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (વૈશ્વિક ભૂખમરો સૂચકાંક)માં ભારતના ખરાબ પર્ફોર્મન્સને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે શુક્રવારે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો. તેમણે લખ્યુ, 'ગરીબી, ભૂખમરો મિટાવવા અને ભારતને વૈશ્વિક શક્તિ બનાવવા, ડિજિટલ અર્થવ્યવસ્થા સહિત ઘણી અન્ય વસ્તુઓ માટે તમને અભિનંદન મોદીજી.' કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ટ્વિટમાં વર્ષ 2020 અને 2021ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતના રેંકિંગનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યુ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ પણ ભારતથી આગળ છે.
ભારતમાં ભૂખમરાનુ સ્તર ખતરનાક
કપિલ સિબ્બલનુ આ ટ્વિટ હવે ચર્ચામાં છે. પહેલા પણ ઘણા મુદ્દાઓ પર તે કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે વૈશ્વિક ભૂખમરા સૂચકાંક 2021ના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં ભૂખનુ સ્તર 'ખતરનાક' છે. આ સૂચિમાં નેપાળ અને બાંગ્લાદેશને સંયુક્ત રીતે 76મુ સ્થાન મળ્યુ છે જ્યારે પાકિસ્તાન આ લિસ્ટમાં 92માં સ્થાને છે. રિપોર્ટ અનુસાર ભારતમાં 'બાળકોની બરબાદી'નો દર 1998થી 2002 વચ્ચે 17.1 ટકાથી વધીને 2016થી 2020 વચ્ચે 17.3 ટકા થઈ ગયો છે. ભારતમાં કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલ પ્રતિબંધોએ સામાન્ય જનતાના જીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યુ છે, જ્યાં દુનિયાભરમાં બાળકોની બરબાદીનો દર સૌથી વધુ છે.
Congratulations Modi ji for eradicating :
— Kapil Sibal (@KapilSibal) October 15, 2021
1) poverty
2) hunger
3) making India a global power
4) for our digital economy
5) …………… so much more
Global Hunger Index :
2020 : India ranked 94
2021 : India ranks 101
Behind Bangladesh , Pakistan & Nepal
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
