Kanjhawala : પરિવારે પ્રિ-પ્લાન મર્ડર થયુ હોવાનો આરોપ લગાવ્યો, જાણો શું કહ્યું પરિવારે?
પરિવારે જણાવ્યુ કે અંજલિની હત્યા કાવતરાના ભાગરૂપે કરાઈ છે અને તેને જાણી જોઈને મારવામાં આવી. અંજલિના પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને કહ્યું કે તેના શરીર પર ઈજાના 40 નિશાન જોવા મળ્યા છે.
નવી દિલ્હી : દિલ્હીના કાંઝાવાલા કાંડમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પરિવારે મૃતક અંજલિની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. અહીં પરિવારે અંજલિની ફ્રેન્ડ નિધિની હાજરીને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. પરિવારે મોટો આરોપ લગાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો હવાલો આપીને દાવો કર્યો છે કે અંજલિએ દારૂ નહોતો પીધો. આ સિવાય પરિવારે અંજલિનું બ્રેઈન ગાયબ હોવાનો પણ દાવો કર્યો છે.

પરિવારે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો અને હત્યા થઈ હોવાનો દાવો કર્યો હતો. પરિવારે જણાવ્યુ કે અંજલિની હત્યા કાવતરાના ભાગરૂપે કરાઈ છે અને તેને જાણી જોઈને મારવામાં આવી. અંજલિના પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને કહ્યું કે તેના શરીર પર ઈજાના 40 નિશાન જોવા મળ્યા છે.
અહીં પરિવારે અંજલિની ફ્રેન્ડ નિધિના આરોપોને પણ ખોટા ગણાવ્યા હતા. અંજલિની ફ્રેન્ડે અંજલિ નશામાં હોવાની વાત કરી હતી. હવે પરિવારે આ આરોપો ખોટા ગણાવ્યા છે. પરિવારજનો અનુસાર નિધિ નશામાં નહોતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટનો હવાલો આપીને અંજલિના પરિવારના નજીકના સંબંધી ભૂપેન્દ્ર ચૌરસિયાએ કહ્યું કે તેમાં ખોરાકના કણો હોવાનું કહેવાયુ છે. મતલબ કે ક્યાંય દારૂ ન હતો. તેમણે વધુમાં કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર અંજલિનું મગજ ગાયબ છે. તેમણે વધુમાં કહ્યું કે હત્યા બે રીતે થાય છે. એક તો તેને એક ફટકામાં મારી નાખવાનો અને બીજો તેને ટોર્ચર કરીને ધીમે ધીમે મારવાનો. અંજલિને ધીમેધીમે ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
