Kanjhawala Case: કિરણ બેદીએ અંજલિ મોત મામલે ઉઠાવ્યા મહત્વના સવાલો
દિલ્લીમાં 20 વર્ષીય યુવતી અંજલિને કાર નીચે જે રીતે 12 કિલોમીટર સુધી ઢસડીને મોત આપવામાં આવ્યુ. તે બાદ પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ઘણા સવાલો ઉઠાવ્યા છે.
Kanjhawala Case: દિલ્લીના સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં સ્કૂટી પર સવાર 20 વર્ષીય યુવતી અંજલિને કારથી 12 કિલોમીટર સુધી ઢસડ્યા બાદ થયેલ મોતના કેસે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. હવે આ મામલે પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ દિલ્લી પોલીસને પોતાની રિસ્પૉન્સ સિસ્ટમ વધુ સુદ્રઢ કરવાનુ કહ્યુ. આ ઉપરાંત તેમણે દિલ્લી પોલીસ પર ઘણા સવાલો ઉઠાવ્યા છે.

અંજલિના મોતથી દેશ સ્તબ્ધઃ કિરણ બેદી
પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ કહ્યુ કે જે રીતેઅંજલિ ન્યૂ યર પાર્ટીમાં હાજરી આપીને ઘરે જઈ રહી હતી અને રસ્તામાં કાર સવારોએ તેને ઘણા કિલોમીટર સુધી ઢસડી હતી તેનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આ ઘટના પર કિરણ બેદીએ કહ્યુ કે આનાથી સ્પષ્ટ થાય છે કે દિલ્લી પોલીસની રિસ્પૉન્સ સિસ્ટમ કેટલા વિલંબથી કામ કરે છે, લોકોને કાયદાનો કોઈ ડર નથી. વળી, પોલીસ સિવિક એજન્સીઓને સવાલ કરી શકી નથી.

લોકોમાં કાયદાનો ભય નથીઃ કિરણ બેદી
કિરણ બેદીએ કહ્યુ કે આ ઘટનામાંથી મુખ્યત્વે 3 બાબતો બહાર આવે છે, પહેલી એ છે કે પોલીસની પ્રતિક્રિયા પ્રણાલીમાં વિલંબ થયો હતો. બીજુ, લોકોમાં કાયદાનો ભય નથી અને ત્રીજુ, નાગરિક એજન્સીઓ સાથે એકીકરણનો અભાવ. કિરણ બેદીએ કહ્યુ કે જો રસ્તા પર લાઇટ નથી તો તેની જાણ કોણ કરશે. નોંધનીય છે કે રવિવારે 20 વર્ષની અંજલિને મારુતિ બલેનોએ ટક્કર મારી હતી અને પછી તેને કેટલાય કિલોમીટર સુધી ઢસડી હતી. આ ઘટના દિલ્લીના સુલતાનપુરી વિસ્તારમાં બની હતી.

આ લોકોએ તેની જાણીજોઈને મારી છેઃ અંજલિની દોસ્ત
પોલીસે આ કેસમાં દીપક ખન્ના, મનોજ મિત્તલ, અમિત ખન્ના, મિથુન અને કિશન નામના પાંચ આરોપીઓની ઓળખ કરી છે. આ લોકોની પોલીસે ધરપકડ કરી છે. એવુ માનવામાં આવે છે કે આરોપીઓ દારૂના નશામાં હતા. આરોપીઓનુ કહેવુ છે કે અમને ખબર ન હતી કે મહિલા કારમાં ફસાઈ છે. અંજલિની સાથે તેની મિત્ર નિધિ પણ હતી. તેનુ કહેવુ છે કે તેણે બૂમો પાડી હતી પરંતુ કાર રોકાઈ નહિ, આ લોકોએ તેને જાણી જોઈને મારી છે.

ઘટનામાં ભાજપના એક નેતા પણ સામેલઃ આમ આદમી પાર્ટીનો આરોપ
તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે અંજલિના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે અંજલિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઓટોપ્સી રિપોર્ટ મુજબ અંજલિ સાથે કોઈ પ્રકારનુ યૌન શોષણ થયુ નથી. તેના પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજા નથી, જે પણ ઈજાના નિશાન છે તે રસ્તા પર ઢસડાવાના કારણે છે. આ ઘટના બાદ દેશની રાજધાનીમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ ઘટનામાં ભાજપના એક નેતા મનોજ મિત્ત પણ સામેલ છે. તેઓ ભાજપના સભ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
