"આજ મેરા ઘર તુટા હૈ કલ તેરા ઘમંડ તુટેગા..." ઠાકરેને કંગનાએ આપ્યો હતો શ્રાપ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં છે. ધારાસભ્યોના બળવાખોર વલણને કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી જવાનો ભય છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ફેસબુક લાઈવ દ્વારા આ રાજકીય સંકટ પર ખુલીને વાત
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં છે. ધારાસભ્યોના બળવાખોર વલણને કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી જવાનો ભય છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ફેસબુક લાઈવ દ્વારા આ રાજકીય સંકટ પર ખુલીને વાત કરી અને કહ્યું કે હું રાજીનામું આપવા તૈયાર છું. મહારાષ્ટ્રમાં આ રાજકીય સંકટ વચ્ચે અભિનેત્રી કંગના રનૌતનો જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કંગનાએ આ વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે વિશે ભવિષ્યવાણી કરી હતી, જે આજે સાચી સાબિત થઈ રહી છે.

કંગનાએ કરી હતી આ ભવિષ્યવાણી
ઉદ્ધવ ઠાકરેના નજીકના વિશ્વાસુ એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સંકટનો સામનો કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું છે કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા આ રાજકીય રાજકારણની વચ્ચે કંગના રનૌતનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઉદ્ધવ ઠાકરે વિશે ભવિષ્યવાણીઓ કરી રહી છે અથવા તો તેને શ્રાપ આપી રહી છે.

2020માં કહી હતી આ વાત
વર્ષ 2020 માં BMCએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું, જ્યારે તેણીએ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ કહ્યું હતું કે એક દિવસ ઉદ્ધવ ઠાકરેનો અહંકાર તૂટી જશે. BMCએ ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવતા કંગના રનૌતની ઓફિસ તોડી પાડી હતી, જે બાદ કંગનાએ ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકાર સામે મોરચો ખોલ્યો હતો. કંગના બીજેપી સમર્થક છે, તેથી તેણે પોતાનો ગુસ્સો ઉદ્ધવ ઠાકરે પર ઠાલવ્યો હતો.

આજે મારૂ ઘર તુટ્યુ છે, કાલે તમારો ઘમંડ તુટશે
આ વીડિયોમાં કંગના ગુસ્સાથી લાલ થઇ કહે છે કે જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલાનું અપમાન કરે છે, તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે, ત્યારે જ તેનું પતન શરૂ થઈ જાય છે. આની આગળ કંગના કહે છે કે ઉદ્ધવ ઠાકરે, તમને શું લાગે છે કે તમે મારાથી બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારૂ અભિમાન તુટશે.

કંગનાએ એક પછી એક ટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
કોર્ટના ચુકાદા બાદ કંગનાએ વધુ એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે કોઈ સરકારના મનસ્વી નિર્ણય સામે ઊભું થાય છે અને જીતે છે તો તે વ્યક્તિની જીત નથી, પરંતુ લોકશાહીની જીત છે. તમને જણાવી દઈએ કે કોર્ટે કંગનાના બંગલા અને ઓફિસ પર BMCની કાર્યવાહીને ખામીયુક્ત કાર્યવાહી ગણાવી હતી.
Once #KanganaRanaut said
— ★ɬąཞą★ (@tariishh) June 22, 2022
"Today my house is broken..
Tomorrow your pride will break!!!"
#UddhavSarkarOnEdge#UddhavThackeray
pic.twitter.com/3YOiGfNVcs
Those words by #KanganaRanaut 🔥#MahaVikasAghadi #UddhavThackeray #ShivsenaMLA #BJP4Maharashtra pic.twitter.com/UslDlfwOtL
— Himalaya 🇮🇳 (@Himalaya_72) June 22, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
