કૈરાનામાં જ દફન થઈ જશે ભાજપઃ તબસ્સુમ હસન
યુપીની કૈરાના લોકસભા સીટ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ સીટ ભાજપ સાંસદ હુકુમ સિંહના નિધન બાદ ખાલી થઈ હતી. હવે અહીં જીત માટે મુકાબલો કૈરાનાના બે પરિવારો હુકુમ સિંહ અને અખ્તર હસન વચ્ચે છે.
યુપીની કૈરાના લોકસભા સીટ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ સીટ ભાજપ સાંસદ હુકુમ સિંહના નિધન બાદ ખાલી થઈ હતી. હવે અહીં જીત માટે મુકાબલો કૈરાનાના બે પરિવારો હુકુમ સિંહ અને અખ્તર હસન વચ્ચે છે. આ પુત્રી અને વહુ વચ્ચેનો પણ મુકાબલો માનવામાં આવી રહ્યો છે. એક તરફ હુકુમ સિંહની દીકરી મૃગાંકા સિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ દિવંગત સાંસદ મુનવ્વર હસનની પત્ની તબસ્સુમ હસન રાલોદના ચૂંટણી ચિહ્ન પર સપા-બસપા-કોંગ્રેસ-રાલોદ ગઠબંધનની ભાગીદારી છે. રૂઝાનોની વાત કરીએ તો તબસ્સુમ હસન 65 હજારથી વધુ સીટોથી આગળ ચાલી રહ્યા છે. જો આ જ રૂઝાન યથાવત રહ્યા તો ભાજપના હાથમાંથી આ સીટ સરકી શકે છે.

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તબસ્સુમ હસને કહ્યુ કે આ સત્યની જીત છે, મે મતદાન વખતે જે કહ્યુ હતુ તેના પર હજુ પણ કાયમ છું. અમારા વિરુધ્ધ ષડયંત્ર કરવામાં આવ્યુ છે એટલા માટે અમે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી ઈવીએમ મશીનથી કરાવવાના પક્ષમાં નથી. 2019 માટે સંયુક્ત વિપક્ષનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. તેમણે આગળ કહ્યુ કે કૈરાનામાં જ ભાજપ દફન થઈ જશે. 2019 માં યુપીમાંથી ભાજપને મળશે માત્ર 3 સીટ.
રાજકીય મેદાનમાં માસ્ટર છે તબસ્સુમ હસન
તબસ્સુમ હસનને રાજનીતિનો લાંબો અનુભવ છે. રાજનીતિના મેદાનમાં તેમને માસ્ટર કહેવામાં આવે છે. કહે છે કે તે આંકડાના ખેલની માહિર છે. વર્ષ 2009માં કૈરાના સીટથી સમાજવાદી પક્ષની સાંસદ રહી ચૂકી છે. તેમના પતિ મુનવ્વર હસન 1996માં અહીંથી સાંસદ હતા અને બાદમાં 2004માં તે બસપાની ટિકિટ પર મુઝફ્ફરનગરના સાંસદ બન્યા. તબસ્સુમના સસરા અખ્તર હસન 1984 માં કૈરાનાથી કોંગ્રેસના સાંસદ હતા. તબસ્સુમના દીકરા નાહિદ હસન કૈરાના વિધાનસભાથી સમાજવાદી પક્ષના ધારાસભ્ય છે. એટલે કે તબસ્સુમના પરિવાર લોકસભા જ નહિ પરંતુ મુઝફ્ફરનગર લોકસભામાં પણ દખલ છે.
ઉલ્લેખનીય છે કે કૈરાના લોકસભા સીટમાં શામલી જિલ્લાની 3 અને સહારનપુર જિલ્લાની 2 વિધાનસભાઓ શામેલ છે. કૈરાના કસ્બો શામલી જિલ્લામાં આવે છે. 2011 માં માયાવતીએ શામલીને જિલ્લો ઘોષિત કરતા તેનું નામ પ્રબુદ્ધનગર ઘોષિત કર્યુ હતુ. ત્યારબાદ અખિલેશ યાદવે 2012 માં તેનું નામ ફરીથી શામલી કરી દીધુ. તે પહેલા કૈરાના, મુઝફ્ફરનગરમાં આવતુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
