હાઉસફુલ 4 ફિલ્મની શૂટિંગ દરમિયાન મહિલા કલાકારે શોષણનો આરોપ લગાવ્યો
બોલિવૂડમાં જેવી રીતે મી ટુ અભિયાન શરુ થયું છે ત્યારપછી સતત આરોપોની શરૂઆત થઇ ચુકી છે. મુંબઈમાં ફરી એક મહિલા કલાકારે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
બોલિવૂડમાં જેવી રીતે મી ટુ અભિયાન શરુ થયું છે ત્યારપછી સતત આરોપોની શરૂઆત થઇ ચુકી છે. મુંબઈમાં ફરી એક મહિલા કલાકારે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મુંબઈના ચિત્રકૂટ સ્ટુડિયોમાં જુનિયર મહિલા કલાકારે આરોપ લગાવ્યો છે કે તેની સાથે યૌન શોષણ થયું છે. મહિલાનો આરોપ છે કે તે હાઉસફુલ 4 ફિલ્મની શૂટિંગ કરી રહી હતી આ દરમિયાન જ તેની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું. મહિલાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી છે ત્યારપછી આરોપી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધી લેવામાં આવી છે.

મહિલાએ આરોપ લગાવ્યો કે જયારે તે પોતાના સાથીઓ સાથે બેઠી હતી ત્યારે પાછળથી બે લોકો પવન શેટ્ટી અને સાગર આવે છે. તેમની સાથે ચાર બીજા લોકો પણ હતા. આ દરમિયાન તે લોકો જબરજસ્તી મારી સાથીને પોતાની સાથે લઇ જવા માંગતા હતા. તેમને મને ધમકી પણ આપી. મેં જયારે તેમને રોકવાની કોશિશ કરી ત્યારે શેટ્ટી મને ધક્કો મારવા લાગ્યો અને મારા પ્રાઇવેટ અંગ પણ અડયો. મહિલાએ કહ્યું છે કે તેને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે અને તે ઈચ્છે છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલ મોકલવામાં આવે.
ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા પણ ઘણા ફિલ્મ અભિનેતાઓ પર યૌન શોષણનો આરોપ લાગી ચુક્યો છે. તેની શરૂઆત નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ સાથે થઇ હતી. તનુશ્રી દત્તા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મની શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેનું યૌન શોષણ કર્યું હતું. નાના પાટેકરે આ બધા જ આરોપો નકારી નાખ્યા છે. જયારે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર એફઆઈઆર પણ નોંધાવી છે અને નાના પાટેકરે તનુશ્રી દત્તા પર માનહાનિનો દાવો પણ કર્યો છે.
આ પણ વાંચો: તનુશ્રી દત્તાને જયારે વકીલે પૂછ્યો ગંદો સવાલ, આવો આપ્યો જવાબ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
