ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર...
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લાલજી પટેલ પર હાર્દિક પટેલે કરી ટિપ્પણી
નોંધનીય છે કે લાલજી પટેલે આજે ભાજપ નેતાઓ સાથે મળીને એસપીજી તરફથી આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તે પર કઠોર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવેલા હાર્દિક પટેલને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકારની વાહ વાહી કરનાર માટે મારે કંઇક કહેવું નથી. આમ કહીને તેણે આડકતરી રીતે લાલજી પટેલ પર ટિપ્પણી કરી હતી.

લાલજી પટેલની જાહેરાત એસપીજી અનામત આંદોલનને સ્થગિત કરશે
રાજ્યની ભાજપની સરકારને પટેલ અનામત આંદોલનમાંથી આશિક રીતે આજે શાંતિ મળી છે. કારણ કે નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની સાથે મુખ્યમંત્રી આનંદીબેનને મળ્યા બાદ સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે હાલ પૂરતું અનામત આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી છે. લાલજી પટેલ કહ્યું વધુમાં કહ્યું કે તે ઇસીબી જેવા સરકારના વલણને આવકારે છે.

એરહોસ્ટેસ સાથે જબરજસ્તી સેલ્ફી ખેંચાવી પડી ભારે!
સાઉદી અરબના દમામથી જેટ એરવેઝની ફાઇલાઇટ મુંબઇ આવી રહી હતી. ત્યારે મોહમ્મદ અબૂબકર નામના વ્યક્તિને ફ્લાઇટની એરહોસ્ટેસ સાથે જબરદસ્તી સેલ્ફી પડવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ફ્લાઇટમાં સિગરેટ પીવાનો આરોપ પણ તેના પર લાગ્યા છે જે બાદ ધારા 354 (મહિલા સાથે છેડછાડ), 336 (લોકોના પ્રાણ સંકટમાં નાખવા) અને એરક્રાફ્ટ સેક્શન 25 (સુરક્ષા નિયમોનું ઉલ્લધન) હેઠળ તેની મુંબઇ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અબૂબકર દમામના એક હોટલમાં કામ કરે છે. અને પ્રાપ્ત જાણકારી મુજબ મૂળ ગુજરાતનો છે.

ગીરની ગાયોનો ગૌમૂત્રમાંથી નીકળ્યું સોનું!
જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકે ચાર વર્ષના પોતાના રિસર્ચ બાદ 400 ગાયનો ગૌમૂત્રનું પરીક્ષણ કરીને તેમાંથી સોનું મળ્યું હોવાની વાત કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના છપાયેલી ખબર મુજબ જૈવ વિભાગના અધ્યક્ષ ડોક્ટર બી.એ. ગોલકિયા આ રિસર્ચ કરીને 1 લીટર ગૌમુત્રમાંથી 3 એમજીથી લઇને 10 એમજી સુધીના સોનાના અંશ મેળવ્યા છે.

15 ઓગસ્ટે થશે પાક.માં રહેતા હિંદુઓની ઘર વાપસી
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનમાં વસતા 2 લાખ હિંદુઓને ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રી રાજનાથ સિંહે વાયદો કર્યો છે કે તેમને તે ભારતની નાગરિકતા આપશે. આ લોકો હિંદુ શર્ણાર્થી છે. અને રાજનાથ સિંહે કહ્યું છે કે તેમને 15 ઓગસ્ટ સુધીમાં ભારતની નાગરિકતા મળી જશે. જેથી તેમને રેફ્યૂઝી ટેગથી આઝાદી મળી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
